________________
1625
- ૧૭ : બાહત્યાગની મહત્તા ઃ - 111
– ૨૦૭
સ્વરૂપ સમજાય તો સઘળું જ આવે :
વસ્તુનું સ્વરૂપ સમજાય તો સઘળું જ આવે એ સુનિશ્ચિત છે. દેવ, ગુરુ અને ધર્મનો વિનય આદિ કરતાં નથી આવડતું એનું કારણ એ જ છે કે આત્માને એનું સ્વરૂપ સમજાયું નથી. નોકર, “શેઠ એટલે શું ?' એ સમજે છે : એ જ કારણે, શેઠના ઉપાલંભ આદિને શાંતિથી સાંભળી લે છે અને સહી લે છે. શેઠની મહેરબાની છે તો આ બધું છે એમ સમજનાર, શેઠને નથી ભૂલતો, તો ધર્મથી જ સર્વસ્વ છે એમ માનનાર, ધર્મને કેમ જ ભૂલે ? શું રાજ્યના નોકરોનો, પોતપોતાના માલિકો પ્રત્યેનો વિનય નાનોસૂનો છે ? કહેવું જ પડશે કે નહિ, કારણ કે એ નોકરો સમજે છે કે આ જાતના વિનયથી જ લાભ છે. તુચ્છ લાભની ખાતર પણ આવો વિનય અને આવું આજ્ઞાપાલન થાય તો પછી શાશ્વત લાભની ખાતર અનુપમ વિનય અને અનુપમ આજ્ઞાપાલન કેમ જ ન થાય ? પોલીસ પોતાના જમાદાર પાસે “મેં આમ કર્યું અને તેમ કર્યું' એમ કદી જ નહિ બોલે અને ઊંચે સ્વરે તો કદી જ નહિ બોલે : કહો કે એ બધું શા માટે ? માત્ર પંદર કે પચીસ રૂપિયા માટે જ ને ? એ, “જો ઊંચે સ્વરે બોલું તો નોકરી જાય એમ માને છે : માટે જ એ, ઊંચે સ્વરે નથી બોલતો. એની કિંમત તો પંદર રૂપિયાની જ ને ? આવી આવી લાલસાઓ માટે, મોક્ષની સાધનામાં જે વિનય ઉપદેશાયો છે તે વ્યવહારમાં દેખાય છે. વ્યવહારમાં જે ગુણો તમે કેળવી રહ્યા છો તેનો ઉપયોગ અહીં કરો તો બીજું કાંઈ જોઈતું નથી. પોલીસ પોતાના જમાદાર પાસે જે રીતે ઊભો રહે છે, તે રીતે મોટા ભાગના જૈનો, શ્રી જિનેશ્વરદેવ પાસે ઊભા રહેતા નથી : એનું કારણ કે તેઓને, શ્રી જિનેશ્વરદેવનું સ્વરૂપ સમજાયું નથી.
શરીર ઉપર આપત્તિ આવે તો એને દૂર કરવા તનતોડ પ્રયત્ન કરનારાઓમાં પણ “શાસનના, ધર્મના અને આત્મકલ્યાણના પ્રસંગે કૃપણતા, અનુદારતા અને ક્ષુદ્રતા આદિ કયાંથી આવે છે એ શું વિચારવા જેવું નથી ? જ્યાં હિસાબ ગણાવો જોઈએ ત્યાં ગણાતો નથી અને ધર્મમાં કેમ ગણાય છે ? એ વિચારો.ખાનપાનમાં અને રીતભાતમાં જ્યાં મર્યાદા જોઈએ ત્યાં ઉદારતા છે પણ જ્યાં ઉદારતા જોઈએ છે ત્યાં કેમ નથી ? એ વિચારો. બે માણસને રહેવા માટે પચાસ માણસ રહે એવો બંગલો કરે, એમાં બે-પાંચ લાખ ખર્ચાય, એમાં પણ બુદ્ધિ એવી છે ફલાણાના બંગલાથી સારો કરવો'. આ દશા, પૌલિક વસ્તુના આધારે ઉદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org