________________
૨૦૬ --
-- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ ————— 164
માટે પણ બાહ્ય ક્રિયાની અતિશય જરૂર છે. આંતરગુણ વિના પણ સારાની શિખામણ માનનારા કેટલાય બાહ્ય ક્રિયા કરનારા થાય છે અને એ પણ પરિણામે સાધ્ય સાધે છે.
કંઈ પણ ન સમજનારા છતાં શેઠની શિખામણ માનનારા નોકર મહિને પચીસ પચીસ કમાય છે. એનામાં કંઈ જ્ઞાન ન હોય, માત્ર શેઠ કહે એ તાકા લાવે અને લઈ જાય એ જ એનું કામ. શેઠની સલાહ માને છે માટે એ પગાર પામે છે. આથી સ્પષ્ટ છે કે પામેલાની સલાહ માનીને ક્રિયા કરનારા પણ ઊંચી કોટિના છે. જેના બાહ્ય સંયોગો ખોટા એના આંતરસંયોગો બગડવાનો ભારોભાર સંભવ છે, જ્યારે એના બાહ્ય સંયોગો સારા છે એના આંતરસંયોગો બગડવાનો સંભવ પ્રાયઃ નથી. તીવ્ર પાપોદયની વાત અલગ છે. અભવ્ય આદિ સિવાયના આત્માઓની બાહ્ય ક્રિયા જેમ ઉત્તમ તેમ તેમ આંતરક્રિયા આપોઆપ સારી થાય : આથી બાહ્યત્યાગ પણ આંતરત્યાગના અર્થીઓએ કેળવવો જ પડશે. શ્રદ્ધા વિના કરેલો ત્યાગ જો ફળે તો શ્રદ્ધાયુક્ત કેમ ન ફળે?
અભવ્ય આત્મા, બાહ્યત્યાગનું પાલન કરે છે અને મોક્ષમાર્ગની શ્રદ્ધા વિના જ મુનિપણાની ક્રિયાઓને કરે છે : એ છતાં પણ એ ત્યાગ અને એ ક્રિયાઓના પ્રતાપે, એ આત્મા નવમા રૈવેયક સુધી પહોંચી શકે છે એ વાત નિશ્ચિત છે. “મોક્ષમાર્ગની શ્રદ્ધા વિના પણ કરાયેલો ત્યાગ જો ફળે તો પછી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલો ત્યાગ કેમ જ ન ફળે ?' – એ વિચારો. શ્રદ્ધા વિના પણ માત્ર બાહ્યથી જ કરેલો ત્યાગ પણ, ઠેઠ નવમા કૈવેયક સુધીના સુખને સમર્પે : તો પછી શ્રદ્ધાપૂર્વક પ્રભુની આજ્ઞા મુજબ કરવામાં આવે તો બાહ્યત્યાગ, આત્માને શાશ્વત સુખનું સમર્પણ કરે એમાં આશ્ચર્ય જ શું છે? જેઓ, આંતરત્યાગના નામે બાહ્યત્યાગની અવગણના કરવામાં જ રાચે છે, તેઓ, ખરે જ પ્રભુશાસનના રહસ્યને પામ્યા નથી. શ્રદ્ધાપૂર્વકનો બાહ્યત્યાગ, એ આંતરત્યાગને લાવ્યા વિના રહેતો જ નથી. “બાહ્યત્યાગ, આંતરત્યાગની પ્રાપ્તિ દ્વારા : આત્માને અનુપમ સુખોનો અનુભવ કરાવીને શાશ્વત સુખમાં સ્થાપિત કરનાર છે.” આ વાતને નહિ સમજનારા, “પ્રભુશાસનની સુવાસથી પણ વંચિત છે' એમ કહ્યા વિના છૂટકો જ નથી. પ્રભુશાસનની સુવાસથી વંચિત આત્માઓમાં સાચી ઉદારતા આદિ ગુણોની પ્રાપ્તિ પણ અશક્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org