________________
1001
– ૧૫ : ઉન્નતિ અને શાંતિનો સાચો માર્ગ : - 109 –– ૧૮૩
સભા : પૂજા કરે એમાં પારકાનો શો ઉપકાર ?
પૂજા કરનારની ભાવના અઢારે પાપસ્થાનકથી દૂર થવાની છે. દરેક ધર્મક્રિયામાં એ જ સ્થિતિ છે. પાપસ્થાનક પોતાને જ મારે છે અને પરને નહિ એમ નથી. તેથી જ હિંસાથી પાછો ફરે એ માત્ર પોતાને ઉપકાર કરે છે એમ નથી પણ પરનોય ઉપકાર કરે છે. મૃષાવાદનો ત્યાગ કરનાર માત્ર એકનો જ ઉપકારી કે સ્વપર ઉભયનો ? - એ વિચારો. એ જ રીતે અદત્તાદાનવિરમણ વ્રતધારી ચોરીનો ત્યાગ કરે એથી શું બીજાનો ઉપકારી નથી થતો ? એ પણ વિચારો. મિથુન એટલે સ્ત્રીસંગ, એમાં કેટલી હિંસા ? અસંખ્યાત જીવો હણાય છે; મૈથુન સેવનાર પોતે પણ ડૂબે, જે સાથે છે એને પણ ડુબાડે છે, અને એ ક્રિયામાં જીવો મરે તે જુદા. તેમજ એ વિષય ખાતર આરંભ સમારંભ કરે છે, એ પણ ખરું ને? એ બધું શા માટે કરે ? પોતાની કામવાસના પૂરવા માટે ને ? આ બધું સમજ્યાવિચાર્યા પછી “અઢાર પાપસ્થાનક તજીને પા કલાક પણ ધર્મક્રિયા કરનાર એ જગતનો ઉપકારી નથી એવું કોણ કહેશે? બે ઘડી સામાયિકમાં બેસનાર પ્રાણીમાત્રને અભય આપે છે; બેશક, કાંઈક ઓછું, પણ અભય આપે તો છે જ.
સભા: કેમ ઓછું ?
દુવિહં તિવિહેણું” પચ્ચખાણ છે એટલા પૂરતું ઓછું. સામાયિકમાં બેઠેલો આત્મા પ્રાણીમાત્રને ત્રાસ આપતો અટકે છે. શ્રી જિનેશ્વરદેવોએ, બતાવેલી ક્રિયામાંની એક તો એવી બતાવો કે જેમાં પારકાનો ઉપકાર ન હોય? દરિદ્રીને કેવો પાઠ ભણાવાય ?
દુનિયાની સામગ્રીના દાનમાં તો ઉપકારની ભાવના છે. ભૂખ્યાને અનાજ આપનાર તેને જીવાડી શકે કે કેમ એ શકિત છે, પણ ભૂખના દુઃખ વખતે અન્નદાન સાથે સમાધિ રાખવાનું સમજાવનાર તો નિયમા ઉપકારી છે. ભીખ માગનારને સમજાવાય કે “જો ભાઈ ! તું રોયો તો પણ ભૂખ્યો રહ્યો અને ન રોયો હોત તો પણ રહેવું પડત, પાપના ઉદયથી આવો પ્રસંગ આવે, માટે એવા પ્રસંગે શાંતિ રાખવી, જેથી કર્મનો ક્ષય થાય અને કદાચ દુર્ભાગ્યવશાત્ ભૂખ્યા મરી જવું પડે તો પણ કલ્યાણ થાય. માટે શાંતિ રાખજે. હવે એવું રુદન કરી પાપ ન બાંધતો.” સામગ્રીના અભાવે આવી શિખામણ આપીને જે આદમી જાય છે તે જે આપી જાય છે તે પેલો એમ ને એમ અનાજ આપનારો પણ નથી આપતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org