________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬
શિખામણ દેનારથી તો પેલાને એવી શાંતિ થાય કે છેલ્લી ઘડીએ પણ અનાજ ન મળે તોયે એને શાંતિ રહે.
૧૮૪
દરિદ્રીને કોઈ કહે કે ‘મૂર્ખ ! મહેનત કર.' એ કથનના યોગે પેલો મહેનત કરે, ધાંધલ અને ધમાધમ કરે, મળે તો રાચે માચે, ન મળે તો રુએ, મળેલું જાય તો રુએ, અને એ જ રીતે જિંદગી ગુમાવે; પણ જો એને એમ પાઠ ભણાવાય કે ‘ભાઈ ! દુર્ભાગ્યના યોગે દારિદ્રય આવ્યું છે, તું વ્યવહારમાં રહ્યો છે, તો કદી દારિત્ર્ય ટાળવા પ્રયત્ન કરવો પડે તો તું જાણે. એની સાથે મને લેવા દેવા નથી, પણ પ્રયત્ન કરવા છતાં દારિત્ર્ય ન ટળે તો મૂંઝાતો મા. એ દારિદ્રચને શાંતિથી ભોગવીશ તો ભવિષ્યનું દારિદ્રય ટળશે. લક્ષ્મીવાનને લાલચોળ જોઈ મૂંઝાતો નહિ; એમને તો દુ:ખના દરિયા છે, દુ:ખના ડુંગરા છે; એમના હૈયામાં રહેલી સગડીઓ તારામાં નથી.' આવો પાઠ ભણાવાય તો કેવું કામ થાય ? - એ હૃદયપૂર્વક વિચારો. વળી એ દરિદ્રીને એવો પાઠ ભણાવી સમજાવવામાં આવે કે ધર્મનું શરણ છે કે જેથી લક્ષ્મી દોડતી આવે પણ એ આવેલી લક્ષ્મીને પોતાની માનીને રાચીશ-માચીશ મા.' આ પાઠથી જે શાંતિ મળે તે બીજાથી ન મળે. આ ઉપરથી સમજાશે કે ઉપકા૨ની ભજના કયાં છે અને ઉપકારનો નિશ્ચય ક્યાં છે ?
1602
નાશક ધમાલમાં ઉદય શી રીતે થાય ?
પણ તમને તો એમ લાગે કે વીસમી સદીમાં આ અઢારમી અને સોળમી સદીની વાત ક્યાંથી લાવ્યા ? તમે ગમે તેમ કહો પણ સાચું હોય તે કહ્યા વિના છૂટકો છે ? આજે સાધનો વધ્યાં એથી શાંતિ વધી કે અશાંતિ ? પહેલાં તો તીર્થયાત્રા કરવા જાય ત્યારે કશી જ ચિંતા નહિ. આજે તો જ્યાં જાય ત્યાં ચિંતા ખડી ને ખડી. તાર, ટપાલ, ટેલિફોન, વાયરલેસ અને રેડિયો; રેડિયો પણ એક દેશનો નહિ, બધા દેશનો. અમેરિકાના ભાવ અહીં જાણવા જોઈએ. આજનો શ્રીમાન જમવા બેસે ત્યારે ટેલિફોનનું ભૂંગળું પાસે હોય, રાત્રે સૂઈ જાય ત્યારે ટેલિફોનની દોરી લાંબી રાખી ભૂંગળું પથારીમાં રાખે કે જેથી તરત ઉપયોગ થાય, વખતે નોકર આળસને લઈને ન જાગે તો તરત ‘હલો, હલો, એલાવ, એલાવ' કરવાનું થાય. આજે આ દશા તો પ્રત્યક્ષ છે ને ? પણ તમને એ વસ્તુ હજી ધ્યાનમાં નથી ઊતરતી. વીસમી સદીનાં સાધનોની વ્યાકુળતામાં તમે અનુકૂળતા માની બેઠા છો, પણ હું ખાતરીથી કહું છું કે એ શાંતિદાયક નથી. સેંકડે કદિ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org