________________
૧૫ : ઉન્નતિ અને શાંતિનો સાચો માર્ગ : - 109
ટકો શાંતિ હોય તો તે કાંઈ ગણતરીમાં ન ગણાય. એકને લાભ ને અનેકને નુકસાન, એ કંઈ લાભદાયક ન ગણાય. જેમાં અનેકનો નાશ અને એકનો ઉદય હોય, એ ઉદયનું સાધન ન ગણાય. આજના વેપાર પણ કેવા ? એનું નામ પણ વેપાર નહિ પણ સટ્ટો પાડ્યું. એ વેપાર કરનારને કોઈ વેપારી ન કહે પણ સટોડિયો કહે. એની પાઘડી સ્થિર નહિ. એ ક્યારે ફરે એ કહેવાય નહિ. દુકાનદારની પાધડી ભલે જૂની હોય પણ પ્રાયઃ ૨હે સ્થિર. સટોડિયાની પાઘડી ક્યારે ઊડે એ ન કહી શકાય. એવી દશા શાથી ? લાલસા વધી માટે ને ? સટોડિયાને નવરાશ હોય તો પણ ઉપાશ્રયે ન આવે, કેમ કે કઈ મિનિટે કયો ભાવ આવે એ ચિંતા તો ખડી જ હોય. રાતના બે વાગે તો ઊંઘે, ઊંઘ વહેલી ન આવે માટે જાગૃતિ લાવવા ચા પીએ. ચા, પાન, બીડી, સિગારેટ આ બધાં વ્યસનો કચાંથી ઘૂસ્યાં ? રાત્રે ચા વગેરે વ્યસનો હતાં ? જાગવું અને ઊભા રહેવું એટલે ચા વગેરે નશો જોઈએ. વ્યસન માત્ર નશો આપે છે. આવાં વ્યસનોથી જાગૃતિ માની; પરિણામે શ૨ી૨નો તથા આત્મધર્મનો નાશ કર્યો અને જિંદગીની ધૂળધાણી કરી. એ જ કે કાંઈ બીજું કરી રહ્યા છો ? આવું ઉત્તમ સ્થાન મળે, પ્રભુનું શાસન મળે, ગુરુનો યોગ મળે, છતાં આ સ્થિતિ રહે તો - એટલે કે નાશક ધમાલ જ ચાલુ રહે તો - ઉદય થાય શી રીતે ?
મમતાએ સર્જેલી બેહાલી :
વિષયકષાયનો પ્રેમ એ જ અજ્ઞાન છે, એને યોગે મિથ્યાત્વની પુષ્ટિ થાય છે. મિથ્યાત્વની પુષ્ટિના યોગે પાપ ઉપર પ્રેમ થાય છે, એટલે ધર્મનો અભાવ થાય છે. આ બધાની મૂળ જડ ત્યાં છે, અર્થાત્ - વિષયકષાયમાં છે. ભવનિર્વેદ લાવવાનો હેતુ એ જ છે કે એ આવ્યા વિના આ વસ્તુ હૃદયમાં પેસવાની નથી. સંસારમાં તો મોજશોખ, રંગરાગ છે. ત્યાં દાન, શીલ, તપ તથા ભાવ કોને ગમે ? દાન એટલે ઉદારતા, શીલ એટલે સદાચાર, તપ એટલે સહિષ્ણુતા અથવા ઇચ્છાનિરોધ, ભાવ એટલે સદ્વિચાર, એ કોણ પામી શકે ? દુનિયાના પદાર્થમાં આસક્ત હોય એ કેમ પામી શકે ? દુનિયાના પદાર્થના મમત્વમાં બેઠેલાને એ કેમ આવે ? એક કરોડ કેશ તૈયાર હોય, પણ જે એમાં મૂંઝાયા કરે એનાથી એમાંથી કોડી પણ નહિ જ અપાય; એનામાં ઉદારતા આવે જ નહિ . ‘આ લક્ષ્મી મારી નથી, એ ચાલી જવાની છે, અથવા મારે એને મૂકીને જવું જ પડશે' આ ભાવના જેને હોય એને તો થાય કે કાંઈક સાધું. પેલા ‘મારી લક્ષ્મી’
For Private & Personal Use Only
1603
Jain Education International
૧૮૫
www.jainelibrary.org