________________
૧૮૭ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –
–
16M
માનનારાને કદી ન છૂટકે આપવું પડે તો પણ મુઠ્ઠી કઠણ ભરે. પોલી મુઠ્ઠીમાં તો ઘણું આવે. કઠણ મુઠ્ઠી પણ આડી રાખીને આપે કે જેથી કાંક મુઠ્ઠીમાં પાછું બાકી પણ રહે ! આનું કારણ શું ?
સભાઃ “પણતા.'
એ કૃપણતા પણ “આ લક્ષ્મી મારી છે, મારી સાથે રહેવાની છે, સાથે લઈને જવાનો છું' એવું એક યા બીજી રીતે હૈયે બેઠું છે માટે છે. હું તો કહું છું કે લક્ષ્મી તમારી નથી, તમારી સાથે આવવાની નથી, ચંચળ છે, ચાલી જશે, એ નહિ જાય તો એને છોડીને તમારે જવું પડશે.
સભા: “પ્રત્યક્ષ અનુભવાય છે.”
તો એને છોડવાનું કહ્યું એમાં ખોટું શું? હવે તમે ‘છોડાતું નથી – છોડવાનું કહેવું એ ખોટું છે” એમ તો નહિ જ કહી શકો.
જ્ઞાની તો કહે છે કે મમતા છૂટે તો ઉદારતા આવે, ઉદારતા પછી સદાચાર આવે છે. સદાચાર આવ્યો ત્યાં સહિષ્ણુતા કે ઇચ્છાનિરોધ આવે. આ ત્રણ ગુણ આવે એનામાં ભાવ કેવો હોય ? સારા જ હોય. જેનામાં ઉદારતા ન હોય એને ખરાબ વિચાર આવે. લક્ષ્મી અગર દુનિયાના પદાર્થને મારા માન્યા એટલે એને પકડી રાખે, એના પર કોઈ આવતો દેખાય તો આવનારને “મારું” એવી ભાવના થાય, મારે પણ, દાંતિયાં પણ કરે, કોર્ટમાં પણ જાય, અને બને તેટલું બધું કરે. જેનામાં ઉદારતા વગેરે છે એ તો ચીજ જાય તો પણ “સાચવવી ઓછી' એમ માને, “જવાની હતી એ ગઈ એમ માને. કોટ્યાધિપતિ, દરિદ્રી કરતાં ઓછી રોટલી ખાય, એનું કારણ એનું પેટ બીજી રીતે ભરાય છે. “હું કોણ” – એ અહંપદથી એનું પેટ ભરાય છે, પણ એને ભાન નથી કે તને પૂછે છે કોણ ? ત્રણ-ચાર રોટલીના અધિકારી એ કરોડપતિના બે-પાંચ લાખ ઓછા થાય તો પણ શું? પણ એ તો ગોલા હિસાબ ગણે, ઊંધો હિસાબ ગણે, કરોડમાંથી પાંચ લાખ ઓછા થયા એમ ગણે ! પણ જન્મ્યો ત્યારે કંઈ નહોતું અને હજી તો પંચાણું લાખ બેઠા છે એમ ન ગણે. દીકરો મરી ગયો એ સાંભળીને રડારોળ કરે, પણ “મર્યો એ નવું સાંભળ્યું છે ? દીકરા મરતા તો સાંભળ્યા છે ને ? જોયા છે ને ? પોતાના નહિ તો પારકા પણ દીકરા મરતા નથી સાંભળ્યા ?
આવા વિચારો એ શાંતિ રાખવાના ઉપાયો છે. તાવ આવે, જાણ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org