________________
1905
- - - - ૧૫ : ઉન્નતિ અને શાંતિનો સાચો માર્ગ : - 109
– ૧૮૭
મુદતિયો છે, પાંચ-સાત દિવસે જવાનો છે, પછી બૂમ શું કામ મારવી ? માથાં ફોચ્ચે કંઈ તાવ ઊતરવાનો નથી. ઉદારતા, સદાચાર, સહિષ્ણુતા અથવા ઇચ્છાનિરોધ તથા સવિચાર એ બધું કોને આવે ? જેને ધર્મ વસે એને.
ત્યારે જ્ઞાનીની પરીક્ષા તો સહેલી છે. લક્ષ્મીવાનની પરીક્ષા હજી ન થાય. એ તો જુઠું પણ બોલે, એની પરીક્ષા થવી કઠિન. જ્ઞાની જુઠું ન બોલે. તાવ માટે તો એક થર્મોમિટર છે, પણ જ્ઞાનીની પરીક્ષા માટે તો સંખ્યાબંધ મીટર છે. પણ થર્મોમિટર લેવાય નહિ, બગલમાં મુકાય નહિ ત્યાં ઉપાય શો ?
આપણો મુદ્દો એ છે કે જે તરતો હોય તે જ બીજાને તારી શકે છે. જેનામાં ડુબાડવાનો ગુણ છે એનામાં તારવાની શક્તિ નથી. સાધુનું કામ બંધન તોડાવવાનું
સંસારની ચારે ગતિમાં દુઃખ છે, એ વર્ણવ્યા બાદ ટીકાકાર મહર્ષિએ એ પણ પૂછ્યું છે કે “સંસારમાં સુખ હોય તો બતાવો.” હું તમને કહું છું કે તમે તૈયાર રહેજો અને સુખ હોય તો બતાવજો અને સુખ ન હોય તો એમનું માનવા તૈયાર રહેજો.
આપણે ધૂનન શરૂ કરવાનું છે. ધૂનન માટે આટલા મહિનાથી, છેલ્લા પાંચ-છ મહિનાથી પીઠિકા ચણી રહ્યા છીએ. ધૂનન એટલે હલાવવાનું. તમને આખા ને આખા હલાવવાના છે. ગુંચવાયેલ આંકડા તોડતાં કડાકા તો થાય, ભારે કડાકાથી વખતે તણખા પણ ઝરે, એ વખતે ડાહ્યા માણસોનું એ કામ છે કે ત્યાંથી ઘાસ ઉખેડી નાખી સાફ કરવું અને ઘાસલેટના ડબ્બા ખસેડી દેવા.
સાધુનું કામ બંધનો ઢીલાં પાડવાનું છે. અને એમ કરતાં તણખા ઝરે તો મૂંઝાવું નહિ. તણખા ઝરે તો શ્રાવકોનું કામ ઘાસ સાફ કરવાનું તથા ઘાસલેટના ડબ્બા દૂર કરવાનું છે. સાધુ-શ્રાવકનો આ જાતનો સહકાર છે. કદી તણખામાંથી ભડકા થાય તો શ્રાવકથી પાણીના પંપ છોડાય, પણ ઘાસલેટના ડબ્બા ખોલાય નહિ. અમે તો બંધનો તોડવા નીકળ્યા છીએ, અમારું એ કામ છે, એમાંથી તણખા ઝરે તો એનાથી દવ ન લાગે એ સંભાળવાનું કામ તમારું છે, કેમ કે દવ લગાડનારાઓને અટકાવવાની તમારામાં તાકાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org