________________
૧૮૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -
-
1605
સભા: ‘મહારાજ તણખા ઉડાડવાનું કહે છે' એવો અર્થ લેનારા પણ છે.
મારી પીઠિકા તથા ઉપસંહાર સાંભળ્યા વિના માત્ર “તણખા' શબ્દ લઈને કોઈ જાય એમાં હું નિરૂપાય છું. એવાઓ માટે તો માત્ર મને દયા જ આવે છે. એથી હું કશું જ અધિક નહિ કહેતાં એટલું જ કહું છું કે સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકા પરસ્પર સંકલિત છે, સૌ સૌનું કામ કરે તો કદી દવ ન લાગે. કદી ગાંડાઓ દાવ લગાડવા આવે તો પણ સૌના સત્ત્વથી તેઓ શાંત થાય અને શાંત ન થાય તો નિષ્ફળ જ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org