________________
૧૬ : સત્યની રક્ષા માટે સક્રિય બનો !
110
• આત્મિક ઉન્નતિ શાથી અશક્ય બની છે ? છૂટે હિતકર જ હોવી જોઈએ ? • વિચિત્ર વાતોનાં વિશિષ્ટ સમાધાન : હિતૈષીનું કર્તવ્ય : • અજ્ઞાની ઉપર દયા હોય પણ રોષ ન હોય : ૭ ધારાશાસ્ત્રી સાચો ક્યો ? o ભાવદયા ઘટી, એનું પરિણામ :
• સાધુએ રાખવાની સાવચેતી : • ખોટી છૂટનું પરિણામ :
• આજના ધર્મીઓ : વિષય : સત્ય વાતના પ્રચાર-પ્રસાર માટે ધર્મી વર્ગ કરવાના પ્રયત્નો અંગે.
સંસારમાં સર્વત્ર દુઃખ જ છે, સુખ તો ક્યાંય નથી. આ વાત સમજાય તેની જ આત્મિક ઉન્નતિ શક્ય બને છે. એ વાત જણાવ્યા બાદ સંતોષ વિના સુખ નહિ, એ વાત સમજાવતાં સભામાંથી ઉઠેલ કેટલાક વિચિત્ર પ્રશ્નોના વિશિષ્ટ જવાબો આપી અહીં જણાવ્યું છે કે - મોટો ભાગ અજ્ઞાની હોઈ તેમના ઉપર રોષ કે દ્વેષ કરવો નહિ. અધર્મી વર્ગ કે ધર્મનો વિરોધી વર્ગ અધર્મનો જેટલો જોરશોરથી પ્રચાર-પ્રસાર કરે છે, તેથી વધુ જોરશોરથી જગતના ચોગાનમાં ધર્મી વર્ગે ધર્મનો પ્રચાર-પ્રસાર કરવો જોઈએ. ઉદ્યાપન, ઉત્સવો, વરઘોડાદિ ધર્મકૃત્યોની પાછળનો હેતુ શો ? બોલવા-ચાલવામાં કેવી છૂટ-મર્યાદા હોવી જોઈએ ? હિતકર વચન જ સત્ય કઈ રીતે ? જૈનસાધુ સાચા ધારાશાસ્ત્રી કેમ ? અને સત્કારસન્માનાદિ પ્રસંગે સાધુએ કેવી સાવધાની રાખવી ? વગેરે બાબતોના સુંદર સમાધાન આપ્યાં છે.
| મુવાક્યાતૃત 0 સંતોષનો અભાવ એ જ સાચી દરિદ્રતા છે. • છતી શ્રીમંતાઈએ પણ, સંતોષ વિનાના શ્રીમંતને જરા પણ સુખ નથી અને વિના શ્રીમંતાઈએ
પણ સંતોષી સુખી છે.
“ખોટી વસ્તુ પર વિજય મેળવવો' - એનું જ નામ જૈનત્વ છે. • સમ્યક્તનો માર્ગ સ્થપાય કે મિથ્યામાર્ગના અંકુરો ફૂટવા જ માંડે. • આલંબન વિના ઊંચા અવાય એવું હૃદય હોતું નથી. • હિતકર એ જ સાચું છે.
હિતચિંતક, સામો રોષાયમાન થાય એથી ગભરાવાનું નથી. પણ સામો ઊભગી ન જાય એની
કાળજી અવશ્ય રાખવાની છે. • લાલચ, લાલસા તથા વાસના વધે ત્યાં ઉપકારની ભાવના મરી જાય છે. • ધૂનન એટલે મૂળથી ઉખેડવું. • સાધુને વંદના એ તમારા માટે કલ્યાણકર છે, પણ એમાં જો સાધુ ભૂલે તો એ જ વંદના સાધુ માટે
વિખકર છે. • આજના ધર્મએ, અપવાદ બાદ કરતાં ધમીને ધર્મમાં ટકાવવા માટે પેરવી જ કરી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org