________________
૧૬ : સત્યની રક્ષા માટે સક્રિય બનો !
આત્મિક ઉન્નતિ શાથી અશક્ય બની છે?
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, આ ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા : ભવ્ય જીવોને નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. એ સૂત્રનું સમર્થન કરવા માટે પ્રથમ ટીકાકાર પરમર્ષિએ ચારે ગતિઓનાં દુ:ખોનું વર્ણન કરતાં ફરમાવ્યું કે “આ ચારે ગતિરૂપ સંસારમાં સુખનો એક અંશ પણ નથી.” ચારે ગતિઓના જીવોનાં દુઃખોનું વર્ણન કરતાં પ્રથમ નારક ગતિમાંના જીવોનાં દુઃખોનું વર્ણન કર્યું અને તે કર્યા બાદ તિર્યંચ યોનિમાં રહેલા જીવોનાં દુઃખોનું વર્ણન કરતાં પણ ફરમાવ્યું કે તિર્યંચમાં એકેંદ્રિયથી માંડીને પચેંદ્રિય પર્વતના જીવો છે. તે પૈકીના એકેંદ્રિયમાં પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય આ પાંચ પ્રકારો છે. એ પાંચ પ્રકારના જીવો, સ્થાવર નામકર્મના ઉદયથી ગમે તેટલી આપત્તિમાં આવે તો પણ એક તસુભાર પણ ખસી શકતા નથી. એ જીવોમાં દુઃખના સ્થાનથી ખસી સુખના સ્થાનમાં જવાની તાકાત નથી માટે ત્યાં જે જે વેદના થાય છે તે એમને ભોગવ્યા વિના છૂટકો જ નથી. કર્માધીનતાને લઈને અનિચ્છાએ પણ, એ જીવોને અનેક પ્રકારની વેદનાઓ ભોગવવી પડે છે. એ જ કારણે જ્ઞાનીઓ ચેતવે છે કે વિષયાસક્ત થઈ ત્યાં જવાથી આવી વેદનાઓ ભોગવવી પડશે.” એવી દુઃખી હાલત દુનિયાનાં પ્રાણીઓની ન થાય એ જ આ બધું વર્ણવવાનો જ્ઞાની પુરુષોનો હેતુ છે અને દુનિયાના સામાન્ય પ્રાણીનો પણ દુઃખી થવાનો હેતુ નથી.
બીજો મુદ્દો એ છે કે “સંસારમાં સુખ નથી.” એવું જેને સમજાય તે જ સાચી ઉન્નતિ સાધી શકે છે. આ સાચી ઉન્નતિની વાત છે અને બહારની ઉન્નતિની આપણને જરૂર પણ નથી. બહારની ઉન્નતિમાં વસ્તુતઃ ઉન્નતિ દેખાતી પણ નથી અને એ ઉન્નતિ હોય તો પણ દેખાવ માત્રની છે માટે એમાં પડી વાસ્તવિક ઉન્નતિનો નાશ કરવો એ વિચારશીલનું કામ નથી. સાચી વિચારશીલતા વિના આત્મિક ઉન્નતિ અશક્ય છે. આત્મિક ઉન્નતિના અર્થીએ, સાચી વિચારશીલતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org