________________
૧૮૨ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ ---------
1C )
પરીક્ષક શક્તિ ઘટવાનું કારણ : સભા : “પરીક્ષા નથી થઈ શકતી તેનું શું ?'
જે દુનિયાના પદાર્થોમાં લીન છે તેનાથી પરીક્ષા થઈ શકતી નથી. જો દુનિયાના પદાર્થોની આસક્તિ ઘટે તો સહેજમાં પરીક્ષા થાય. આજે તો લોકોને જ્ઞાની દ્વારા દુનિયાના પદાર્થો મેળવવા છે એટલે એ લાલસામાં પરીક્ષાશક્તિ બુઠ્ઠી બની ગઈ છે. “જ્ઞાનીથી કાંઈક દુન્યવી લાભ મળે' એ ભાવના થઈ એટલે એમના આચાર-વિચાર જોવાની કાળજી જ રહી નહિ. જે ગ્રાહક વેપારીને પૈસા આપ્યા વિના માલ ઉઠાવી જવાની ભાવનાવાળો છે, એ ગ્રાહક ભાવની ભાંજગડમાં ન પડે. એ તો પાંચ-પચીસ ગ્રાહકની ભીડ વખતે ભળે અને તક મળે એટલે મુદ્દો ઉઠાવીને ચાલતો થાય, એ આના પાઈની ભાંજગડ કરવા ન રહે. જેને ખિસ્સામાંથી કાઢીને આપવા હોય તે ભાવતાલ બધું કરે, પણ ઉઠાવગીર ગ્રાહક કાંઈ ન કરે.
ધર્મ લેવામાં પણ ભાંજગડ ક્યારે થાય ? એ માલ કીમતી સમજાય તો ને? સંસારરસિકોએ તો એમ માન્યું છે કે “નવરા હોઈએ, કામકાજ ન હોય, ટાઇમ મળ્યો હોય અને આટલું હોત તો ધૂળ નાખી, પણ એટલું છતાંય પાછી મરજી થાય તો ધર્મ કરીએ ! ધર્મ કરવાનો કોઈને ટાઇમ નથી મળતો, એવું કહેનારા મોટે ભાગે સોએ સો ટકા જુઠ્ઠા છે. કોઈ અપવાદ હોય એની વાત જુદી. ખાવામાં, પીવામાં, ઊંઘવામાં, બીડી ફૂંકવામાં તથા ગપ્પાં મારવામાં કેટલો ટાઇમ જાય છે? એ મળે છે ને ? “નવરો હોય પણ મરજી થાય તો ધર્મ કરાય, એમ તમે માની બેઠા છો, એક તો તેથી અને બજારમાં માલ લેનાર ગ્રાહકના જેવા ધર્મ માટે ગ્રાહક મળતા નથી તેથી આજે સ્વચ્છંદી જ્ઞાનીઓ ફાવે છે. ધર્મના કાબેલ ગ્રાહક સાથે કદી પણ સ્વચ્છંદી જ્ઞાની ન ફાવે. વેપારી ગમે તેવો હોશિયાર હોય પણ કાબેલ ગ્રાહક એની લુચ્ચાઈમાં ન ફસે; કારણ કે ગ્રાહક તો માલ પરખે, “આ નહિ પણ આ, આ નહિ પણ આ', એમ અઢાર તાકા બદલાવે, અને ભાવની તો જ્યારે પસંદ પડે ત્યારે વાત કરે અને ભાવમાં કેટલી કડાકૂટ કર્યા પછી ખરો ગ્રાહક માલ લે છે. બાકી એ વાત ખરી કે ઉઠાવગીર ગ્રાહક એ ભાંજગડમાં ન પડે. ધર્મક્રિયા માત્ર ઉપકારક છે ? સભા: ધર્મક્રિયામાં અમુક ટાઇમ આપે એના કરતાં એ ટાઇમમાં જગતનો ઉપકાર
કરે તો ? જેમાં જગતનો ઉપકાર નથી એવી કઈ ધર્મક્રિયા છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org