________________
1599
– ૧૫ : ઉન્નતિ અને શાંતિનો સાચો માર્ગઃ - 109
– ૧૮૧
છાયામાં આવનાર આશ્રય પામે અને એક એવો કે જેની છાયામાં આવનારનું સત્યાનાશ નીકળે; એ એવો હોય કે પોતાની છાયામાં આવનારનો કસ કાઢે અને પેલો શ્રીમાન એવો હોય કે પોતાની છાયામાં આવનારને થોડું કે ઘણું પણ આપે; એની છાયામાં આવનારને એમ થાય કે “શ્રીમાન હો તો આવા હો !'
જેમ શ્રીમાન, તેમ રૂપવાન, બળવાન, સત્તાવાન પણ બે જાતના. એક સારા અને એક નરસા. એક બળવાન એવો કે જે નિર્બળની રક્ષા જ કરે અને પોતાના ઉપર આવેલા પ્રહારોને ખમી જ ખાય. કોઈને જો બીજો મારતો હોય તો પોતે એને બચાવે પણ પોતાને કોઈ મારે તો ખમી ખાય એવો બળવાન બધાને ગમે. અનંતબલી આવા હોય. જેનામાં એવી યોગ્યતા ન હોય તેને એવું બળ મળતું પણ નથી. દુર્જનને જો માગ્યું બળ મળતું હોત તો જગતમાં એક પણ સજ્જન જીવત નહિ, જીવી શકત નહિ, દુર્જનો જીવવા દેત નહિ, પણ એવું બળ એમને મળતું જ નથી. દુર્જનને એ માન્યતા છે કે હું એકલો પણ બીજા નહિ જ.' આ માન્યતાને અંગે એ બીજા પર જુલમ કરે, પણ વાત એ છે કે એમને માગ્યું બળ મળતું જ નથી; કેમ કે બળનો દુરુપયોગ થવાનો સંભવ મોટો છે. અનંતબળી તો નિર્બળને બચાવે અને જાત પર આવે તે ખમે. એ તારકોના બળનો ઉપયોગ બીજાને બચાવવામાં થાય છે તથા પોતા પર આવેલ આપત્તિને સહન કરવામાં થાય છે. બીજો બળવાન એવો હોય છે કે દુર્બળમાત્રને ટીપે અને એટલું છતાં જો એની સામે કોઈ જરા આંખ કરે તો એની આંખ ફોડે ! એ કહે છે કે “મારી સામે આંખ કરનાર કોણ ?” ઉપકારીઓ એવાઓને કહે છે કે આખી દુનિયા તારી સામે આંખ કરે છે અને કરવાની. તું મારતે મિયાં થાય એટલે આખી દુનિયા તારી સામે નહિ તો પાછળ તો કહેવાની જ કે “આ નંગ પાક્યો.” કોઈ તારી સામે કદાચ નહિ જુએ પણ પાછળ તિરસ્કાર વર્તાવશે.
એ જ રીતે જ્ઞાની પણ બે જાતના : એક જ્ઞાની એવા કે કલ્પતરુ સમાન - એટલે પોતે પોતાના આત્માને પણ પાપથી બચાવનાર તથા પારકાને પણ બચાવનાર અને એક જ્ઞાની એવા કે પોતાની સ્વાર્થસિદ્ધિ માટે પારકાનું ગમે તે થાય તેની દરકાર નહિ કરનાર; એવા જ્ઞાની ન હોય તે સારા. એ જ રીતે શ્રીમંત, સુભગ, સત્તાવાન અને બળવાન માટે પણ સમજવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org