________________
૧૮૦
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ --- -
-
w
તેનાથી વળી તેવી ચોવીસ પેઢીવાળાને, આગળ વધી વિલાયત, ફ્રાન્સ, જર્મની આદિમાં પેઢી હોય એને, આ બધાને પેઢી વધવાથી હૃદયની વ્યાકુળતા ઘટતી નથી પણ વધે છે. આ વાત કાંઈ તમારા અનુભવ બહારની નથી. શાંતિની ઇચ્છા છતાં પણ દુનિયાની ઉન્નતિ એનો નાશ કરે છે. એ ઉન્નતિના પરિણામે પાપ વધે છે. આવી રીતે આત્મા પોતાનું જીવન હારી જાય એવી પ્રવૃત્તિ કયો બુદ્ધિમાન આદમી કરે ? કોઈ જ નહિ ! એ સમજાવા છતાં પણ પામેલું છોડવાની વાત આવે છે ત્યાં અથવા તો પામેલામાં જ સંતોષ રાખવાની વાત આવે છે ત્યાં અજ્ઞાનાત્માને વાંધો આવે છે. હજી ત્રીજો રસ્તો પણ છે.
જ્ઞાની પહેલી વાત તો છોડવાની જ કહે છે, ન છોડાય તો મળેલામાં સંતોષ માનવાનું કહે છે, એ સંતોષ પણ ન હોય અને હજુ મેળવવું હોય તો મર્યાદા બાંધવાનો ત્રીજો રસ્તો પણ જ્ઞાનીઓ ફરમાવે છે. કલ્પતરુ કોણ અને કંટકતરુ કોણ?
સાગરને પણ મર્યાદા છે. માઝા મૂકે એ સાગર દુનિયાને ડુબાડે. તમે માઝા મૂકો તો તમે પણ તમારી જાતને તેમજ બીજા કેંકને ડુબાડો. મનુષ્યપણાથી હીન મનુષ્ય સૌથી વધારે ભયંકર છે. મનુષ્ય યોજનાપૂર્વક જેટલું પાપ કરી શકે છે, તેટલું દુનિયાનું કોઈ પણ પ્રાણી નથી કરતું. મનુષ્ય જો સારો થાય તો દેવ, પણ જો મનુષ્યપણું ગુમાવે તો એ જ મનુષ્ય રાક્ષસ.
ભણેલો મનુષ્ય સીધો થાય તો કામ કાઢી નાખે. સીધો ઊતરે તો જ્ઞાની કલ્પતરુ, પણ ઊંધો થાય તો એ જ કેટકતરુ ! વિનીત જ્ઞાની કલ્પતરુ છે. કર્મક્ષયની પ્રવૃત્તિ કરનાર હોય એ જ્ઞાની અને એ જ્ઞાની કલ્પતરુ, પણ જે ઉદ્ધત હોય, સ્વછંદી હોય, સ્વેચ્છાચારી હોય એ જ્ઞાની તો કંટકતરુ, એ તો જ્યાં જાય ત્યાં સત્યાનાશ કાઢે, કેમ કે એ ભણેલો, માટે એને બાજી ગોઠવતાં આવડે.
શાસ્ત્રકાર કહે છે કે મર્યાદાશીલ જ્ઞાની તો એવી સુંદર યોજનાઓ યોજે કે જેથી યોગ્ય માત્રનું ભલું જ થાય. એવા ઉત્તમ જ્ઞાનીના શરણે આવેલા હજારો આત્મા ઉત્તમ વિચારના અને ઉત્તમ આચારના થાય, તથા ભક્ષક મટે અને રક્ષક થાય. પણ જ્ઞાની જો સ્વેચ્છાચારી બને તો જ્યાં જાય ત્યાં એ એવી ઊંધી યોજનાપૂર્વક કાર્ય કરે કે જેના યોગે હજારો આત્માઓનો સંહાર નિર્માણ થાય. આવી જ રીતે શ્રીમાન પણ બે જાતના હોય છે : એક શ્રીમાન એવો કે જેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org