________________
૩: શાઓની શ્રદ્ધા વિના સમકિત નહિ ?
પ્રભુશાસન, એક ઊંચું વૈદક :
સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ તથા વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે શ્રી આચારાંગ સૂત્રના “ધૂત” નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરે છે.
સૂત્રકાર પરમર્ષિનું એ પ્રતિપાદન સમજી શકાય તે માટે ટીકાકાર મહર્ષિએ ચારે ગતિનું દુઃખમય વર્ણન કર્યું અને વર્ણનમાં આપણે જોઈ આવ્યા કે ચારે ગતિમાં કર્મના વિપાકને ભોગવવા સિવાય બીજું કશું નથી. એમાં જે સુખ દેખાય છે, તે પણ કર્મવિપાકજન્ય છે. એ સુખ આત્મીય સુખ નથી; વસ્તુતઃ સુખ નથી, પણ સંયોગજન્ય સુખ છે. સંયોગ હોય ત્યાં વિયોગ નિયમા.
ચાર ગતિ પૈકીની બે ‘નરક અને તિર્યચ' - આ બે ગતિઓમાં તો નક્કી દુઃખ છે એટલે નરકગતિ તો એકાંત દુઃખમય છે અને તિર્યંચગતિ પણ પ્રાય: દુઃખમય જ છે. એ સિવાયની બે ગતિઓમાં સુખ છે તે પણ વસ્તુતઃ સુખ નથી. જે આવેલું જાય તે વાસ્તવિક સુખ નથી, પણ આજે ઘણાને તો એ ચારે ગતિના વર્ણનને માનવામાં પણ શંકા છે. આવી વસ્તુમાં શંકા કરનાર ખરે જ અજ્ઞાની છે, કારણ કે મનુષ્ય અને તિર્યંચગતિ તો પ્રત્યક્ષ છે અને એ ગતિઓની હાલતનો તો અનુભવ થઈ રહ્યો છે, એટલે જો એ ગતિઓના અનુભવને માની લેવામાં આવે, તો નરકગતિ અને દેવગતિ માટે પણ આત્મા સાક્ષી પૂરે, એટલે કે એ પણ બુદ્ધિથી સમજાય એમ છે : પણ ભવાભિનંદી આત્માઓ તો કહે છે કે એ બે ગતિઓને માનીએ તો મૂંઝવણ થાયને ?
દુનિયાના ઘણા જીવો વિષયના પ્રેમી છે : તેઓ પાંચ ઇંદ્રિયોની લાલસાને લઈને કહે છે કે “આપણને ભોગથી વંચિત રાખી આ માર્ગે લાવવા માટે નરક વગેરે ભયની દીવાલો ઊભી કરી છે !” કેટલાક તો આગળ વધીને કહે છે કે “સાધુઓએ પોતાની ખ્યાતિ અને પૂજા માટે આવા ભયો પેદા કર્યા છે !' આવા વિચારો મિથ્યાત્વના યોગે અને ઇંદ્રિયોની આધીનતાને લીધે જ થાય છે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org