________________
on
– ૩ : શાસ્ત્રોની શ્રદ્ધા વિના સમકિત નહિ - 97 ––
૨૯
મોક્ષસાધક શાસ્ત્ર કહે છે કે વિષયના ભોગવટામાં દેખાવ માત્રનું જ સુખ અને તે ક્ષણિક છે. અલ્પ સમય પછી તો તે ભોગવટો અહીં જ દુઃખનો અનુભવ કરાવે છે. અર્થાત્ કર્મની અનુકૂળતા હોય તો ભોગવતી વખતે જ સુખ જણાય છે. ભોજન મજેનું પણ ક્યાં સુધી ? ચવાઈને કૂચો ન થાય ત્યાં સુધી. કૂચો થયા પછી બે મિનિટ મોંમાં રહે તો તે પણ હેઠે ઊતરતાં તકલીફ. પાંચે ઇંદ્રિયોના શબ્દ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિનાં સુખ, એ પણ અમુક કાળ, ઇંદ્રિયને સ્પર્શ સુધી. એ સુખ પણ શારીરિક આદિ વિકાર ન હોય તો જ. માનો કે મહેનત વડે ઇંદ્રિયના વિષયોની સામગ્રી મળી, ત્યાં શરીરમાં શૂળ ઊડ્યું, ત્યાં એ મળેલું પણ નકામું થાય છે. મેળવવાની મહેનત કરવામાં પણ સુખનો અનુભવ નથી. આશા હોય, આશાજન્ય સુખ હોય, પણ સુખનો સાક્ષાત્કાર નથી. મેળવતાં મેળવતાં મરી જવાય તો મજૂરી જાય અને નતિજામાં પાપ સાથે આવે. વિષયનું સુખ તથા દુઃખ પ્રત્યક્ષ છે. સુખ ક્ષણિક છે અને દુઃખની સીમા નથી પણ વિષયસુખની ગાઢ લીનતાના પ્રતાપે મળતી નરક વગેરેની વાતને હંબગ માનનારા દિવસે દિવસે વધતા જાય છે અને એવાઓ કહે છે કે “જિનેશ્વરદેવને તથા આગમને માનીએ, પણ એમાંના નરકાદિના વર્ણનને અતિશયોક્તિ માનીએ તો વાંધો શો ?' આવું કહેનારાઓને આપણે પૂછી શકીએ છીએ કે અનંતજ્ઞાની મહાપુરુષો મહાવ્રતધારી હતા કે મહાવ્રતોથી હીન હતા ? વળી શ્રી વીતરાગ પરમાત્મા જૂઠું બોલે પણ ખરા ? સભા ? એવાઓ તો સાહેબ એમ જ કહે છે કે ભગવાન શ્રી મહાવીરનાં જ આ
પુસ્તકો છે એની શી ખાતરી ? એવાઓએ તો ભગવાન શ્રી મહાવીરદેવને પણ ન માનવા જોઈએ. સભા મહાવીરદેવને તો માને છે, કારણ કે શાસ્ત્રોમાં કહ્યા છે.
આનો અર્થ તો એ જ થયો કે શાસ્ત્રો અને શાસ્ત્રોની વાત પણ ફાવતી માનવી ! પણ એમ કરવું, એ કોઈ પણ રીતે ન્યાયયુક્ત ન ગણાય. વળી આગમનું એક પાનું માનવું અને બીજું ન માનવું એનું પણ કાંઈ કારણ તો હોવું જ જોઈએ ને? વધુમાં જે ન માનવું હોય, તેને પ્રક્ષિપ્ત કહે છે ત્યારે જે માને છે તે પણ પ્રક્ષિપ્ત નહિ એની શી ખાતરી ? ખરી રીતે આવું કહેનારા અને માનનારા અક્કલ વગરના જ ગણાવા જોઈએ. કહેવત છે કે ગરજવાનને અક્કલ ન હોય. જેની જરૂર તે કરવું, એવું માનનારો ગરજુ થયો; એની અક્કલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org