________________
૩૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬
– ૧૩
આપોઆપ ઊડી જાય. એવાઓ ભગવાન શ્રી મહાવીરદેવનું નામ પણ એટલા જ માટે દે છે કે એ નામ વિના ટટ્ટ ચાલે નહિ, એટલે એમાં પણ પોલિસી છે અને એ પૉલિસી ખાસ સમજવા જેવી છે. દરેક વસ્તુ સમજવા શાસ્ત્રાનુસારી બુદ્ધિ જોઈએ. શાસ્ત્ર નિરપેક્ષપણે પ્રવર્તતી સમયાનુસારી બુદ્ધિવાળો કદી જ શાસ્ત્રને ન સાચવી શકે કે ન માની શકે. શાસ્ત્રાનુસારી બુદ્ધિવાળો સમય પણ જરૂર જુએ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પણ અવશ્ય જુએ. શાસ્ત્રાનુસારી બુદ્ધિવાળો આત્મા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આદિનો ઉપયોગ સ્વપરના સાચા પ્રેમને માટે જ કરે. શરીરના સાચા ચિકિત્સકો, કાયમ દૂધ-ઘી પીનારાને પણ વખત આવે ત્યારે માત્ર છાશ ઉપર કે મગના પાણી ઉપર રાખે છે. કોઈ પૂછે કે આવા મોટા શેઠને મગના પાણી ઉપર રખાય ?' એનો ઉત્તર એ જ કે “હા ! રખાય, શેઠ તો શું પણ રાજા મહારાજાને પણ રખાય.” “તો પછી આ સાહ્યબી ભોગવશે કોણ ?” - આવા પ્રશ્નનો ઉત્તર પણ એ જ હોય કે “ભાગ્ય હશે તે, પણ આને માટે તો મગનું પાણી જ હિતકર છે.” આ વૈદકની વાત છે, તો આ પ્રભુશાસન તો ઊંચું વૈદક છે. પેલું વૈદક શરીરના રોગ કાઢવા માટે છે અને આ વૈદક તો આત્માના રોગ કાઢવા માટે છે.
વૈદ્ય માત્રા ખવરાવતી વખતે દરદીની શરમ ન રાખે, અને જે વૈદ્ય દરદીની શરમ રાખે તે દરદીને વહેલો સ્મશાનમાં મોકલે.
સભા : પણ વૈદ્ય જ ન જોઈએ તો !
જેને મરતાં સુધી બીમાર રહેવું હોય તેને વૈદ્યનો ખપ ન હોય તો એવાને ત્યાં જવા વૈદ્ય નવરા પણ નથી. સભા : પણ એવાઓ તો વૈઘની પેઢી જ ઉખેડવા માંગે છે તેનું શું?
એવાઓ ભલે એમ કરવા માગે પણ દવા ખાનારાય હજી છે ને ? એ જરૂર દવાખાનાં સાચવશે. વૈધે તો પાટિયું માર્યું છે, ગરજ હશે તે આવશે. દવા નહિ ખાવાની ઇચ્છાવાળાને ચાલુ દવાખાના ઉપર કુહાડી મારવાનો અધિકાર નથી, કારણ કે દવા ખાનારા હાજર છે. એ જ કારણે ધર્મની પેઢીની આટલી આટલી નિંદા કરતાં છતાંયે ત્યાં માણસો જાય છે, એની જ આજે ધર્મના વિરોધીઓને મૂંઝવણ થઈ છે; પણ હોય, જેવી જેની દશા ! બાકી કલ્યાણના અર્થીઓએ નિશ્ચિત કરવું જોઈએ કે મિથ્યાદૃષ્ટિ આત્માઓ કરતાં સમ્યગ્દષ્ટિ આત્માઓમાં વિશિષ્ટતા શી ? એ જ કે સમ્યગ્દષ્ટિ આત્મા અવિરતિ આદિમાં રાચે નહિ. એ આત્માની રમણતા તો પ્રભુઆજ્ઞાની આરાધનામાં હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org