________________
૧૭
– ૩: શાસ્ત્રોની શ્રદ્ધા વિના સમક્તિ નહિ – 97 – –
૩૧
સમ્યગ્દષ્ટિ આત્મા વર્તમાન સુખમાં નથી લપાતો, કારણ કે ભવિષ્યનો વિચાર એના હૃદયમાં સદાય જાગતો રહે છે. ભવિષ્યના વિચાર વિના દરદીને કપથ્ય ખાતાં સુખ તો થાય, પણ એ સુખ પરિણામે કારમી ચીસો મરાવે એવું હોય છે. એ જ રીતે પાંચે ઇંદ્રિયોના જે વિષયો તેના સુખમાં લીન થવાના પરિણામે થતું દુઃખ સીમા વિનાનું હોય છે. વિષયોના ઉપભોગ માટે જરૂરી પદાર્થો મેળવતાં પણ મજૂરી છે; મેળવ્યા પછી પણ ભોગવાશે જ એ નક્કી નથી; મેળવ્યા બાદ ભોગવવાના સમયે મરી ગયાનાં અનેક દૃષ્ટાંત છે. બંગલો બંધાવ્યો, તૈયાર થયો, આવતી કાલે વાસ્તુ હોય અને આગલી સાંજે સન્નિપાત થાય એવુંય બને છે. અનર્થ કરી લૂંટ કરી, કરોડની મૂડી કરી, કરોડ થયા, પછી આમ કરુંતેમ કરું એવા વિચારમાં ને વિચારમાં જ અનેક સાફ થયા છે; એથી મજૂરી થઈ ગઈ, ભોગ રહી ગયો અને પાપ સાથે આવ્યું. ગરીબ અને શ્રીમંતમાં ફરક શો? સભા: મન તો તૃપ્ત થાય ?
ભોગવવા માટે મેળવવાના પ્રયત્નથી મન તૃપ્ત નથી થતું. મોટર લીધી અને બેસતી વખતે પક્ષાઘાત થાય, તો એની હાલત કઈ થાય છે એ તપાસજો. જ્ઞાની પુરુષો વિષયોને વિષવૃક્ષ જેવા કહે છે. વિષવૃક્ષના ભોગમાં તો નાશ છે પણ એની છાયામાં બેસવામાં પણ નાશ છે. અહીં કરોડવાળો અને ગરીબ બે સાંભળવા આવે તેમાં ગરીબ જે રીતે સાંભળશે તે રીતે “મારા કરોડ” એ ભાવનાવાળો નહિ સાંભળે. જેણે મનથી વિષયને વિષ સરખા માન્યા હોય તેની વાત જુદી છે, એ ભાવના થઈ પછી તો રાજા અને રંક બેય સરખા છે. ચક્રવર્તી ચક્રવર્તીપણું છોડે અને ભિખારી ભિખારીપણું છોડે, એટલે એ બેય માર્ગે આવી શકે છે. એ બેય ધર્મને માટે લાયક છે. સભા : ગરીબને આર્તધ્યાન રહે ને !
ગરીબને આર્તધ્યાન રહે અને શ્રીમંતને કયું રહે ? ગરીબને તો મેળવવાનું જ ધ્યાન, શ્રીમંતને તો મેળવવાનું તથા સાચવવાનું એમ બેયનું ધ્યાન, એટલે કે બેય જાતની ફીકર. લાલચોળ દેખાય તે શરીરથી, પણ હૈયે તો સગડી જ ને ? ભિખારીને ચપ્પણીઆમાં ન મળે ત્યાં સુધી તો મેળવવાની ફીકર કરે અને “અન્નદાતા આપો” એમ કહે પણ મળ્યા પછી સંતાડે, કોઈને આવતો જુએ એટલે મનથી કહ્યું કે “એ પડાવી લેશે અને એમ કલ્પીને ચિંતવે કે એવો મારું કે ફરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org