________________
૩૨
----આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬ –
આ તરફ નજર ન કરે. મળ્યા પછી એ દશા. એ જ રીતે કરોડ આવ્યા પછી ખુમારી થાય કે “હું કોણ? મારું નામ દેનાર કોણ ?' ગરીબને એ ખુમારી ન હોય, એને તો મળતું નથી એટલે મળે તો ઠીક એમ થાય, પણ કરોડપતિને તો થાય કે “હું કોણ? અને મારી પોઝીશન શું?' જેને સામગ્રી નથી મળી એ તો પ્રાય: આધ્યાન કરે છે અને જેને મળ્યાં હોય છે, એ તો સાચવવા માટે પ્રાય: રૌદ્રધ્યાન પણ કરે છે. વળી વિચારો કે લક્ષ્મીને સાચવવાની લગની એ કર્યું ધ્યાન છે ? “સંરક્ષણાનુબંધી' નામનો રૌદ્રધ્યાનનો છેલ્લો પાયો છે એ ન ભૂલતા. ભલે, એ દશા દરેકને ન આવે પણ ત્યાં સુધી જવાની હદ છે, અને સંરક્ષણાનુબંધી એ પાયો તો છેલ્લો છે, એમાં ભાવનાની તીવ્રતા-મંદતા હોય, લક્ષ્મી સાચવવા માટે કમ્પાઉન્ડ કરે, મૈયા રાખે એમાં હેત શો ? કોઈ લૂંટવા ન આવે, ત્યાં સુધી તો મારવાની ભાવના નથી, પણ ભૈયો રાખવામાં ઇરાદો કયો ? એ ખૂબ વિચારો. પાંચ જણ ચડી આવે તો એકલો શું કરું ?' માટે ચાર ડંગોરાવાળાને રાખ્યા છે એ જ ભાવના છે ને ? રહે તો ભલે અને જાય તોયે ભલે, એ ભાવનાવાળાની વાત જુદી છે. ક્રિયા એક પણ ભાવના જુદી !
કોઈ સમ્યગ્દષ્ટિ આત્મા હોય, પ્રભુના માર્ગને પામ્યો હોય એની વાત જુદી, કેમ કે એની માન્યતામાં ફેર છે. પોતે ગૃહસ્થ છે, એને અમુક સ્થિતિ રાખવી પડે છે માટે રાખે છે, પણ લક્ષ્મી આવે ત્યારે એ ઉન્મત્ત પણ ન થાય અને જાય ત્યારે ગભરાય પણ નહિ, કારણ કે એવા આત્માને બેયમાં સમાન ભાવ રહે છે. લક્ષ્મી આવે ત્યારે પુણ્યોદય માની સદ્વ્યય કરે અને જાય ત્યારે પાપોદય માને. લક્ષ્મી મેળવવા માટે કરવી પડતી મહેનતને પણ એ ખોટી માને અને સાચવવા માટે કરવા પડતા વિચારોને પણ એ પાપ માને છે.
સમ્યગ્દષ્ટિ આત્મા લક્ષ્મીમાં રાચતો-માચતો નથી, કેમ કે એને પોતાના ભવિષ્યની ચિંતા છે. સમ્યગ્દષ્ટિ આત્મા વર્તમાન કરતાં ભવિષ્યની ચિંતા વધારે કરે છે. રાત્રે કમાડ વાસે, સાંકળ વાસે, ત્યારે પણ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ આત્માની ક્રિયા તો એક હોય છે, પણ પરિણામમાં ભેદ હોય છે. મિથ્યાદૃષ્ટિ તો સાચવવા માટે જ વાસે છે, ત્યારે સમ્યગ્દષ્ટિ આત્મા તો ચિંતવે છે કે “સંસારમાં રહ્યો છું માટે વાસવું પડે છે ! સમ્યગ્દષ્ટિ લક્ષાધિપતિ અને મિથ્યાષ્ટિ લક્ષાધિપતિ બેય પાઘડી સારી વાપરે પણ મિથ્યાદૃષ્ટિના મનમાં ભાવના “હું કોણ” એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org