________________
1451 – ૩ : શાસ્ત્રોની શ્રદ્ધા વિના સમકિત નહિ - 97 – ૩૩ બતાવવાની અને સમ્યગ્દષ્ટિની ભાવના એ કે રીતસર પોશાક ન હોય તો ધર્મ નિંદાય માટે પહેરવો પડે છે. પોતાનાં સંતાન સર્વવિરતિ નથી પામતાં માટે એને યોગ્ય રીતે યોગ્ય માર્ગે સમ્યગ્દષ્ટિ પિતા યોજે છે. જ્યારે મિથ્યાષ્ટિ ઠાઠમાઠથી લગ્ન કરાવવાની ભાવના રાખે છે. લગ્નક્રિયા સમાન હોય તો પણ ભાવનામાં જ ભેદ. જેની જરૂર તેનો નિષેધ કેમ ?
આજે ધૃષ્ટતાથી પુછાય છે કે “જેની તમને જરૂર એનો નિષેધ કેમ?” આવા વિચારો મિથ્યાદષ્ટિના હોય છે. “સાંજે જમવા વહેલા ઊઠવાથી દસ-વીસ ગ્રાહક તૂટી જાય માટે આ જમાનામાં રાત્રિભોજન થાય એમાં બાધ શો ?' એમ કહેવાય છે પણ “થોડા રૂપિયાની આવક ઓછી થાય તો વાંધો શો ?” એ વિચાર નથી આવતો. ઘીમાં ઝબોળીને ખાવાને બદલે પાણીમાં ઝબોળીને રોટલી ખાવી પડે એમાં વાંધો શો છે, કે જેથી રાત્રિભોજનમાં વાંધો નથી એમ કહેવું પડે ? પાઘડી મોટીને બદલે નાની મુકાય અને વીંટી પાંચ હજારની પહેરાતી હોય તે પાંચની પહેરાય, એ રીતે દરેક બાબતમાં ટૂંકેથી પતાવવામાં વાંધો છે, કે જેથી શાસ્ત્ર વિરુદ્ધ કહેવાની ધૃષ્ટતા કરવી પડે ? ખરેખર, લાલસા એ જ મહાપાપ છે. લાલસા જ આત્માને પાપ તરફ વાળી રહી છે. આથી જ જમાનાવાદીઓ પ્રત્યે અમારે એમ કહેવું પડે છે કે તમે લોકો જમાનાને કલંક ન ઘો, કારણ જમાનો કાંઈ કાન પકડીને પાપ કરવાનું નથી કહેતો. સ્વાર્થી કુટુંબીઓ તો બધું જ માગે, પણ કહી દેવાનું કે “જે નીતિપૂર્વક મળે તે આપું છું અને તે તમે ખાઓ, કારણ કે ઘી-દૂધ આપવા કાંઈ હું બંધાયો નથી, હું સંસારમાં રહ્યો છું. તમે આશ્રિત છો અને સંસારદષ્ટિએ તમારા પાલનની મારી ફરજ છે, હું ભૂખ્યો રહીને પણ તમારું પેટ ભરું, પણ અનીતિ કરીનેય ઘી-દૂધ આપવા બંધાયેલો નથી. હું ઘીદૂધ ખાઉં ને તમને ન આપે તો વાંક ખરો, બાકી તમારી ખાતર અનીતિ કે જૂઠ આદિ પાપ હું કરવાનો નથી.” “આ જમાનામાં અનીતિ વિના ચાલે નહિ માટે અનીતિમાં પાપ કેમ કહેવાય ?' – એમ માનવું એના જેવું મિથ્યાત્વ કયું છે ? સમ્યગ્દષ્ટિ તો કહી દે કે સંસાર છોડી શકતો નથી માટે નીતિપૂર્વક મળે એથી તમારું રક્ષણ કરીશ.” વસ્તુસ્થિતિ આવી હોવા છતાં પણ આજે તો કહે છે કે “જેની જરૂર એનો નિષેધ કેમ ?' પણ વિચારો કે દુનિયાના જીવોને તો અઢારે પાપસ્થાનકોની જરૂર છે માટે એનો નિષેધ નહિ એમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org