________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ક
શ્રી અરિહંતદેવને માનવાનો દાવો કરે અને છોકરો માંદો પડે ત્યારે મેલડી પાસે જાય, ત્યાં શું શાસ્ત્રકાર હા પાડે ? ગુરુ નિગ્રંથ જોઈએ એમ કહે, પણ પાછા કહે કે ‘અમારા વેપાર રોજગાર ચાલતા નથી માટે તમે પણ અમારા ભેળા ભળો અને અમારી સ્થિતિ સુધારો .’ આ કઈ દશા ? શું સાધુ એ વાતને માને ? માને તો પરિણામ એ આવે કે વીસમી સદીમાં પ્રભુના શાસનને દેશવટો જ આપવો પડે અને તે શું યોગ્ય છે ? નહિ જ, તો વિચારો કે ‘દેવ વીતરાગ, ગુરુ નિગ્રંથ, અને ત્યાગમય ધર્મ, એ ત્રણની પાસે શું મંગાય ? વીતરાગ દેવ પાસે રાગનાં સાધનો મગાય ? કેશરિયાજીને કહે કે ‘છોકરો સારો કરો તો પાંચ શેર કેસર ચડાવું' - એ શું ? શું એ વીતરાગ પરમાત્માની ભક્તિ છે ?
૩૪
ખરેખર, આજની દશા જ કોઈ વિચિત્ર છે. કેટલાક તો આજે કહે છે કે ‘ગુરુ કંચન-કામિનીના ત્યાગી ખરા, પણ એ ગુરુ અમારાં કંચન-કામિનીને સારાં કેમ ન કહે ?’ આનો અર્થ એ જ કે ‘પંચ એ પરમેશ્વર, પણ મારી ખીલી ન ફરે.’ આવી દશાના યોગે જ ભવાભિનંદીઓ કહે છે કે ‘દેવ વીતરાગ, ગુરુ નિગ્રંથ, ધર્મ ત્યાગમય એ વાત સાચી, પણ એ ત્રણેયે અમારી જરૂરિયાત જોવી જ જોઈએ.’ આવાઓને પૂછવું જોઈએ કે શું એ તમારી જરૂર જોવા નીકળ્યા છે ?
સદુપયોગ એ ધર્મ :
1452
સભા : સોબતમાં રહો તો એટલું ન હોય ?
દેવ તો મુક્તિમાં છે, ધર્મ એ તારકની આજ્ઞામાં છે અને અમો તમારી સોબતમાં છીએ જ નહિ, કારણ કે સાધુ ગૃહસ્થની નિશ્રાએ રહે છે પણ કાદવ તથા પાણી વચ્ચે રહેલ કમળની જેમ નિર્લેપ રહે છે; જો નિર્લેપ રહે તો સાધુતા ટકે, નહિ તો કમળ જેમ કોહવાઈ જાય, તેમ સાધુતામાં પણ સડો થાય. ગૃહસ્થો અને સાધુઓની સ્થિતિમાં ઘણો જ ફ૨ક છે.
ગૃહસ્થને દ્રવ્યદાનનો અધિકાર છે પણ મુનિને નથી એનું કારણ એ જ કેગૃહસ્થ પાસે દ્રવ્ય છે માટે એની મૂર્છા છોડાવવા માટે દાન છે, ગૃહસ્થ પરિગ્રહ આરંભ સમારંભરૂપ રોગથી પીડાય છે માટે દાનરૂપી ઔષધની એને જરૂર છે, અને મુનિને દ્રવ્ય નથી માટે મૂર્છા પણ નથી અને દ્રવ્યદાન પણ નથી, દાનનો ઉપદેશ દે તે રોગીને મૂર્છાથી બચાવવા માટે. દ્રવ્યમૂર્છામાં પડેલાને દાનનો ઉપદેશ દે પણ દાન માટે કમાવાનું ન કહે. મૂર્છાનાં સાધનવાળાને દાનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org