________________
૧૦૩
૩ઃ શાસ્ત્રોની શ્રદ્ધા વિના સમકિત નહિ - 97 ––
૩પ
ઉપદેશ દે. શ્રાવક જમવા બેસે ત્યારે મુનિની રાહ જુએ, પણ એક જ આદમી હોય અને રસોઈ બનાવી નથી તો મુનિને માટે બનાવી દેવાનું વિધાન નથી. પષધમાં તિવિહારો ઉપવાસ અગર એકાસણું કરનાર શ્રાવક માટે આવેલ ચીજ મુનિને એ શ્રાવક વહોરાવે પણ ચોવિહારો ઉપવાસ કર્યો હોય એ શ્રાવક મંગાવીને મુનિને ન વહોરાવી શકે. અર્થાત્ મળેલાનો સદુપયોગ કરવો એ ધર્મ.
લક્ષ્મી એ પાપસ્થાનક સેવ્યા વિના આવતી નથી. એ લક્ષ્મી દ્વારા પાપના ત્યાગનો ઉપદેશ એ લક્ષ્મીવાનને મુનિ દે પણ દાન માટે પાપને સેવી લક્ષ્મી મેળવવાનું જૈનશાસ્ત્ર કહેતું નથી. લક્ષ્મી પરની મૂચ્છ ઉતારવા માટે દાન છે. પારકાનું કલ્યાણ થાય એમાં વાંધો નહિ પણ ભાવના તો મૂર્છાના ત્યાગની છે. કેવળ પારકાના કલ્યાણની ભાવનામાં દ્રવ્યદાનનો લાભ પણ એમાંયે “આપું એનાથી સોગણું મળે” એવી ભાવના આવે તો એ લાભ પણ નહિ. મુનિને દાન દેવામાં ભાવના કઈ?
મુનિ ઉત્તમ પાત્ર છે, રત્નત્રયીના ધારક છે. ષકાય જીવના પાલક છે, રક્ષક છે અને જગતમાં ષસ્કાય જીવની રક્ષાના પ્રચારક છે એ માટે, એ મુનિને સંયમપુષ્ટિ માટે, એમનું શરીર વધુ ટકે તો જગતમાં ષકાયની રક્ષા વધુ થાય, પિકાયરક્ષાનો પ્રચાર વધુ થાય એ માટે, તેમજ પોતાને પણ આના યોગે સંયમનો અવસર આવે એ માટે મુનિને ભક્તિપૂર્વક દાન દેવાય. મુનિને દાન દેવામાં ઇરાદો આ! ઓછો કે વધતો, પણ ઇરાદો તો આ !
શાસ્ત્ર કહે છે કે “મુનિને દાન દેતી વખતે શ્રાવકને હર્ષનાં આંસુ આવે, તે ક્યારે આવે ? આવી ભાવના વિના આવે ? આજે તો કેટલાક કહે છે કે “અમે હોઈએ તો સાધુ જીવે, અમે જીવાડનાર અને અમારા આધારે એ જીવનાર આ ભાવનાથી અકડાઈ આવી છે ત્યાં હર્ષનાં આંસુ કયાંથી આવે ? સમ્યગ્દષ્ટિ તો સામાન્ય વાચકો માટે પણ માને કે યાચકો ન હોત તો દાન કોને દેત ? યાચકો છે તો કલ્યાણના દરવાજા ઉઘાડા છે. આનો અર્થ એ નહિ કે બીજાને યાચકો બનાવવા ઇચ્છે. શ્રાવકકુળના મનોરથ :
સભા: દેશમાં ભિખારી વધે ને ?
જૈનદર્શન એ વાત માન્ય નથી રાખતું. બધા પુરુષો ત્યાગી થાય તો એમનાં કુટુંબો શું કરશે ? એ ફીકર જૈનદર્શન નથી કરતું, કારણ કે જે દિવસે બધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org