________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો
ત્યાગી થશે, ત્યારે તેમનાં કુળ પણ પુણ્યવાન હશે. આજ તો પાપાત્માઓ ઉત્તમ કુળને પણ અધમ ક૨વાની પેરવીઓ કરે છે.
૩૭
-
૬
પ્રભુનો સંયમમાર્ગ સાંભળી સમ્યગ્દષ્ટિ દેવતાઓ પણ ઇચ્છે છે કે ‘ક્યારે શ્રાવકકુળ મળે અને સંયમ પામું !' શ્રાવકકુળની ગળથૂથીમાં જ તત્ત્વનું જ્ઞાન હોય. નિર્વેદ અને વૈરાગ્યનાં ઝરણાં એ શ્રાવકકુળમાંથી નીતરતાં હોય. શ્રાવકના રસોડામાં પણ તત્ત્વજ્ઞાનની જ વાત હોય. શ્રાવકના વેપારમાં સુંદર નીતિ, પ્રામાણિકતા અને ઉદારતા હોય, એની દરેક કરણીમાં સદાચાર હોય, એના જીવનમાં શાંતિ, સહિષ્ણુતા અને સદાચાર હોય, પણ મોહ, લોભ કે લફંગાઈ ન હોય. શ્રાવક, જો પોતાના ઘરમાંથી કોઈ સંયમી નીકળે તો પોતે પોતાના ઘરને પુણ્યઘર માને, અને કોઈ પણ આત્મા એવો ન નીકળે તો એને થાય કે એકે ચૈતન્યવંતી મૂર્તિ મારા ઘરમાં છે કે બધાંય ધમણ જેવાં પૂતળાં છે ? આ બધુંય સમજવા માટે સમજો કે શ્રાવકના મનોરથ કયા હોય ? સદાય ‘કચારે મમતા છૂટે અને કચારે મુનિચર્યા પાળું ?' - આવા જ મનોરથો શ્રાવકોના હોય, એવા શ્રાવકો પોતાનાં સંતાનોને સંસારમાં રસપૂર્વક મહાલવાનું કેમ જ કહે ?
1454
સમ્યગ્દષ્ટિ માબાપ બાળકને સારામાં સારી ચીજ ખવડાવે પણ કાનમાં ફૂંક મારે કે ‘એના રસમાં લીન થવામાં મજા નથી : જો એમાં રાચ્યો તો દુર્ગતિ થવાની !' આવા શિક્ષણથી ટેવાયેલો આત્મા, થાળીમાં જેટલી ચીજ આવે એમાંથી જે ચીજ ઉપર પોતાનો પ્રેમ વધારે હોય તે તજે, પણ એવા શિક્ષણના અભાવે આજ તો ન હોય તે ઇષ્ટ વસ્તુ માગીને રસપૂર્વક ખવાય છે.
Jain Education International
શ્રાવકના આચારો ગયા માટે જ ભયંકર પાપની જરૂરિયાત મનાઈ, પાપની જરૂરિયાત મનાઈ માટે જ ધર્મનો ઉપદેશ કડવો મનાયો, એથી જ શુદ્ધ પ્રરૂપક સાધુ પ્રત્યે વૈરભાવના જાગી, આગમ ઉપરનો પ્રેમ ગયો, ભગવાન શ્રી મહાવીર પરમાત્માના વચન ઉપરની શ્રદ્ધા ગઈ અને એ જ હેતુથી ઘોર મિથ્યાત્વનો ઉદય થવાથી કા૨મું નાસ્તિકપણું આવ્યું. એવાઓ તો આપત્તિના સમયે રોદણાં રોતા આવે, પણ એવાઓને સાધુ શું કહે ? એવાઓને સાધુ તો એ જ કહે કે ‘कर्मप्रभावोऽयम् अने संसारस्वभावोऽयम् ।'
પ્રભુશાસનનો પ્રતાપ :
ખરેખર આજે તત્ત્વદ્રષ્ટિની વિચારણા મોટે ભાગે નાશ પામી છે; અન્યથા શ્રાવક, સાધુ પાસે આવીને ‘ખાવા નથી મળતું’ એમ કહે ? પણ એ બધું કોણે
For Private & Personal Use Only
www.jainelibrary.org