________________
ધડક
– ૩: શાસ્ત્રોની શ્રદ્ધા વિના સમકિત નહિ - 97
–
૩૭
શીખવ્યું? કહેવું જ પડશે કે સંસારીઓ સાથે માનપાન માટે ભેગા ભળેલાઓએ જ પ્રાયઃ એવું એવું શીખવ્યું છે. સાધુતાના મર્મને સમજનારા સાધુ તો કહે કે “ભાઈ ! એવી કરણી કર કે ભવિષ્યમાં આવું ન થાય” આવી આવી શુદ્ધ પ્રરૂપણાના પ્રતાપે સાધુ પાસે આવેલો પણ એવું પામી જાય કે એને ઠંડક વળે. મુનિ સાધર્મિકના ઉદ્ધારનો, સાધર્મિકની ભક્તિનો ઉપદેશ અવશ્ય આપે, પણ પેલાને તો મુનિ એમ જ કહે કે “પ્રભુનું શાસન પામીને આવી દીનતા ન જ કરાય, કારણ કે સુખ અને દુઃખ તો કર્મના યોગે આવે અને જાય.” શ્રી શાલિભદ્ર જેવા સાહ્યબીવાળા જે સમયે વસે, તે જ સમયે સાડાબાર દોકડાની મૂડીવાળો પણ શાંતિથી વસે, તે શ્રી ભગવાન મહાવીરના શાસનમાં, પણ બીજે નહિ. શ્રી શ્રેણિક મહારાજા, પોતાથી પણ અધિક શ્રી શાલિભદ્રની ઋદ્ધિ જુએ તે છતાં પણ ઇર્ષ્યા ન થાય, એ પ્રભુના શાસનનો જ પ્રભાવ. શ્રી શાલિભદ્રની બત્રીસ સ્ત્રીઓ આનંદ કરે અને ઘરનો વહીવટ માતા કરે, છતાં પણ એ માતાને એમ ન થાય કે હું કામ કરું અને વહુઓ બેસી રહે એ પણ ભગવાનના શાસનનો પ્રતાપ.
શ્રી શાલિભદ્રની બહેન, શ્રી શાલિભદ્રના વૈરાગ્યને સંભારતી સંભારતી રુએ અને ધનાજીને કહે કે “મારો ભાઈ એક એક સ્ત્રીનો રોજ ત્યાગ કરે છે” ત્યારે ધનાજી કહે કે “એ તો કાયર છે. પુરુષસિંહ વળી એમ કરે ?' આવું સાંભળીને શ્રી શાલિભદ્રની બહેનનાં આંસુ પણ સુકાઈ ગયાં. એ જગ્યાએ જો તમે હો તો ભેગી પોક જ મુકાવો ને ? શ્રી ધનાજીની બીજી સ્ત્રીઓએ જ્યારે કહ્યું કે કરવું મુશ્કેલ છે, ત્યારે પરિણામે શ્રી ધનાજીએ કરી પણ બતાવ્યું.
આથી સમજો કે જો જરૂરને ધર્મ મનાય તો સંસાર આખો જ પાપની જરૂરિયાતવાળો છે. સંસારમાં રહેવું અને પાપથી છૂટવું એ છે તો કઠિન પણ જો પાપને પણ જરૂરી મનાય તો સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિમાં ફેર શો? સમ્યગ્દષ્ટિ આત્મા એટલો ઊંચો હોવા છતાં પણ પ્રભુસંઘમાં પ્રધાનતા સાધુની જ, આગમની દોરી ગીતાર્થના હાથમાં જ પણ ગૃહસ્થના હાથમાં નહિ, એ જ કારણે -
अर्हद्वकाप्रसूतं गणधररचितं द्वादशाङ्गं विशालं, चित्रं बह्वर्थयुक्तं मुनिगणवृषभैर्धारितं बुद्धिमद्भिः मोक्षानद्वारभूतं व्रतचरणफलं ज्ञेयभावप्रदीपं,
भक्त्या नित्यं प्रपद्ये श्रुतमहमखिलं सर्वलोकैकसारम् ।।१।। “શ્રી અરિહંત પરમાત્માના મુખથી ઉત્પન્ન થયેલું, શ્રી ગણધરદેવોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org