________________
૩૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ -
રચેલું, બાર અંગવાળું, વિશાળ, આશ્ચર્ય કરનારું, બહુ અર્થોથી યુક્ત, બુદ્ધિમાન અને મુનિગણમાં વૃષભસમા મહર્ષિઓએ ધારી રાખેલું, મોક્ષમહેલના અગ્રવારભૂત, વ્રત અને ચરણરૂ૫ ફળવાળું, જાણવા યોગ્ય પદાર્થોને પ્રકાશિત કરવા માટે પ્રદીપ સમાન અને સર્વ લોકમાં એક સારભૂત એવા સઘળાય શ્રુતને હું સદા ભક્તિપૂર્વક અંગીકાર કરું છું. આમાં “મહામુનિઓએ ધારણ કરેલું” એમ જણાવ્યું પણ “ગૃહસ્થોએ ધારણ કરેલું' એમ ન જણાવ્યું. આ રીતે પ્રભુશાસનમાં સાધુઓની જ પ્રધાનતા છે. જેના આધારે શાસન છે તે દ્વાદશાંગી કહી કોણે ? તો કહેવું જ જોઈએ કે ત્યાગની અખંડ મૂર્તિ એવા શ્રી અરિહંત પરમાત્માએ. મૂર્તિમાન ત્યાગરૂપ એવા શ્રી અરિહંત ભગવાને એને કહી તે પણ વીતરાગ થયા પછી, કેવળજ્ઞાન મેળવ્યા પછી કહી. સ્વયં તીર્થ સ્થાપનાર છે માટે કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ કહે, કેમ કે છvસ્થાવસ્થામાં અનુપયોગ થવાનો સંભવ છે. શ્રી તીર્થકર નામકર્મનો વિપાકોદય પણ કેવળજ્ઞાન પછી છે. એ ઋદ્ધિ અને સિદ્ધિ, એ સિંહાસન, છત્ર, ચામર, ભામંડલ, વાણીના અતિશયો, કાંટા પણ ઊંધા થાય, ઝાડ પણ નમે, પક્ષી પણ પ્રદક્ષિણા દે, વાયુ પણ પ્રદક્ષિણા દે, એ બધું વીતરાગ થયા પછી, કેવળજ્ઞાન થયા પછી થાય. પ્રભુશાસનના લૂટારા :
સભા : આ બધી વાતને માનતા જ નથી ત્યાં શું થાય ?
માને તો તો કલ્યાણ થઈ જાય ને ?ન પામી શકવાની હાલતવાળા ન જ માને અને એવાને પોષણ દેનારને પણ શાસ્ત્રકારો ભયંકર કહે છે. એવાની પીઠ થાબડવા જેવો એક પણ અધર્મ નથી. ગવર્નમેન્ટ પણ ચોરીનો માલ રાખનાર શાહુકારના હાથમાં કડી પહેરાવવાનો કાયદો કર્યો છે. ગવર્નમેન્ટ સમજે છે કે એ વેપારી ભલે હોશિયાર હોય, પણ એવાને છૂટા ન મુકાય, એવા જો બજારમાં બેસે તો સત્યાનાશ વાળે.ચોરના સલાહકાર, ચોરીનો માલ લેનાર, ચોરને પેઢી પર પગ મૂકવા દેનાર પણ ગુનેગાર છે. બોર્ડ ભલે મોટું હોય, એ રા.રા. હોય કે શ્રી પાંચ કે સાત હોય એની દરકાર નહિ પણ ચોરીનો માલ લીધો કે શાહુકાર મટી ચોર થયો. એ જ રીતે વિચારો કે જ્ઞાનીના વચનને બનાવટી કહેનાર અને એની વિરુદ્ધ બોલનારને તમે પણ અમારા' એવું કહેનાર ચોર ખરા કે નહિ ?
આસ્તિક શાસ્ત્રકારોએ લખ્યું કે “આત્મા-પુણ્ય- પાપ-સ્વર્ગ-નરક ન માને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org