________________
15 ––– ૩ : શાસ્ત્રોની શ્રદ્ધા વિના સમકિત નહિ - 97
–
૩૯
નાસ્તિક' એની સામે કોઈ લડવા ગયો ? નહિ, જઈ શકાય જ નહિ, કારણ કે સમષ્ટિગત વાત છે. એ ઉપરાંત શ્રી જૈનશાસને કહ્યું કે “શ્રી જિનેશ્વર દેવના વચનને માને તે આસ્તિક અને ન માને તે નાસ્તિક. આ સમષ્ટિગત વાકય સામે વિરોધ કેમ જ હોય ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ન માનવી, એથી ઊલટી પ્રરૂપણા કરવી અને શ્રી જૈનશાસનના આસ્તિક કહેવડાવવું એ કેમ જ ચાલે ? “શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મસ્તકે' એમ મુખેથી કહેવું અને આગમમાં કહેલી વાતને હંબગ કહેવી, એ કારમી નાસ્તિકતા છે અને એમ કહેનારની પીઠ ઓઘાવાળા પણ થાબડે, એનો અર્થ તો એ જ કે પ્રભુશાસનના લૂંટારા અને લૂંટારાના સાથી ભગવાનના શાસનમાં વસે છે.
આ શાસનનો કાયદો છે કે જ્ઞાનીઓની આજ્ઞાઓ સમજો, ન સમજાય તો સમજવા મહેનત કરો, છતાં ન સમજાય તો બુદ્ધિની મંદતા માની ચૂપ રહો, એમ ન રહો તો કહી દો કે “અમે જૈન નથી.' આ કથનમાં બુદ્ધિપૂર્વક ચર્ચાનો નિષેધ નથી, દલીલથી સમજવા-સમજાવવામાં વાંધો નથી પણ કેવળ આગમસિદ્ધ વાતોમાં યુક્તિ ન ચાલે. ત્યાં તો આગમ જ પ્રમાણ માનવું પડે. પણ આ બધી વાતો વિવેકી માટે છે. વિવેક વિનાના આત્માઓ તો અવિવેકરૂપ અંધતાના યોગે મિથ્યાત્વાદિરૂપ ભાવઅંધકાર અને નરકાદિરૂપ દ્રવ્યઅંધકારમાં અટવાયા જ કરે છે. અવિવેકરૂપ અંધતાના યોગે મિથ્યાત્વાદિરૂપ અંધકારમાં અટવાતા આત્માઓનું શું થાય છે એ વગેરે હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org