________________
૪ : પાપી પણ પાવન થઈ શકે :
• ભોગની ઝંખના એ જ કમનસીબી :
♦ બચાવ ખોટા માટે ન જોઈએ :
• ચોર તરણાથી ઢંકાય નહિ ! • શ્રાવકપણું એટલે મુનિપણાની ઉમેદવારી : ♦ એકદમ પમાય તેમાં વાંધો શો ?
♦ પાપી પણ ધર્મને પામે !
૭ આજની વિચિત્રતા : ભવાઈ તો ભાંડ કરે ! જાહેરાત કેવી હોય ?
એક અનુકરણીય દૃષ્ટાંત : ચોથા આરાની છાયા જોઈએ છે, છઠ્ઠાની નહિ !
• સઘળું જ સંભવિત છે :
♦ શિષ્યલોભ પ્રશસ્ત કે અપ્રશસ્ત ? ♦ ઘટાવતાં શીખો !
• શાસનની હયાતીમાં જ હયાતી :
♦ સેવા માટે નિર્દંભ સમર્પણ જોઈએ : ૭ પાત્રનો ત્રાસ એ જ યોગ્યતા : વિષય : પૂર્વાવસ્થાનો પાપી પણ પાપને ત્યાગી ધર્મ જરૂર કરી શકે.
♦ એક સો ને આઠે ગણધ૨૫૬ ? અમારી પાસે ભભૂતિ છે ?
પૂર્વજીવનમાં ઘોરાતિઘોર પાપ કર્યાં હોય એવો આત્મા પણ પશ્ચાત્તાપના પાવકમાં પોતાનાં પાપોને બાળી, ફરીથી એ પાપો ન સેવવાના લક્ષ્યપૂર્વક ઉપર ઉપરની કક્ષાના ધર્મની આરાધના જરૂર કરી શકે છે. જો દીક્ષા લેવા માટે ‘પૂર્વમાં પાપ ન જ કર્યું હોય' એ જ લાયકાત મનાય તો તો કોઈ પણ વ્યક્તિ દીક્ષા જ ન લઈ શકે. કારણ કે, દરેક વ્યક્તિના જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ અંશે-સ્વરૂપે પાપની વિદ્યમાનતા હોવાની જ. અંગ્રેજીમાં પણ કહેવત છે કે - 'Every saint has his past.' દરેક સંતને ભૂતકાળ હોય છે. ભૂતકાળને વાગોળવાથી નહિ પણ વિસરવાથી સંતતા આવે છે. આ વાતની આસપાસ ખૂબ જ સરસ રીતે આ પ્રવચનનો પ્રવાહ વહ્યો છે. શું ૧૦૮ શિષ્યો થાય એ ગણધર થાય ? અને ભભૂતીની ભ્રમજનક વાતોનો ખુલાસો આપી પૂર્ણ કરાયેલ આ પ્રવચનમાં ગોશાળો ને પ્રભુવીર, દેવબોધિ અને કુમારપાળ, હારની ચોરી કરનાર શ્રાવક તેમજ કઠીયારો અને સુધર્માસ્વામીજીનાં દૃષ્ટાંતોનો સંયોજનપૂર્વક ઉપયોગ કરાયો છે. અસ્પૃશ્યતા અંગે પણ અત્રે કેટલીક શાસ્ત્રીય વાતો કરાઈ છે.
સુવાક્યાતૃત
૭ શ્રી જિનેશ્વર દેવનો ધર્મ તે ત્યાગ.
બચાવ સુધરવા માટે થવો જોઈએ પણ છટકવા માટે ન થવો જોઈએ.
♦ ધર્મ ઉપરના આઘાત સમયે ગ૨મી ન થાય અને આઈસ્ક્રીમ જેવી ઠંડક રહે એ સાચી ઠંડક નથી, પણ એક જાતનો ધૃષ્ટતાભર્યો ઢોંગ છે.
♦ પોતાની જાતને સૌથી ડાહ્યા કહે અને ડાહ્યાપણાનું અભિમાન રાખે એ ડાહ્યા નહિ.
• ગાંડા જેનો વિરોધ કરે તેને ડાહ્યાઓએ છોડી દેવું - એવું શ્રી જૈનશાસન નથી કહેતું.
પુણ્યકાર્યની જાહેરખબર આપો કે, જેની અનુમોદના કરવાથી હજારો તરે.
98
Jain Education International
પાપીની કાર્યવાહીની આજની સુધારક રીતે જાહેરખબર આપનાર અનેકને પાપમાર્ગે લઈ જાય છે.
♦ પ્રભુશાસન એ પતિતોને પણ પાવન કરનારું શાસન છે. પાવન થવાની ભાવનાવાળા પતિતને પટકી દેનારું આ શાસન નથી.
♦ અમારા સમુદાયમાં સાધુ વધો એ ભાવનામાં વાંધો નથી, પણ બીજે ન થાઓ એ ભાવનામાં પાપ.
For Private & Personal Use Only
www.jainelibrary.org