________________
૪ : પાપી પણ પાવન થઈ શકે :
ભોગની ઝંખના એ જ કમનસીબી :
સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીગણને નિર્વેદ તથા વૈરાગ્યની પ્રાપ્તિ કરાવવા માટે શ્રી આચારાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકની ગરિષ્ઠતાનું યથાસ્થિત પ્રતિપાદન કરે છે; એનું કારણ એ છે કે અંશે અંશે પણ નિર્વેદ તથા વૈરાગ્ય ન જાગે ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર તે પ્રકારનો સદ્ભાવ જાગતો નથી અને સંસાર પ્રત્યે અરુચિ થતી નથી. પૌદ્ગલિક પદાર્થ પ્રત્યે રાગ ઘટે નહિ ત્યાં સુધી ધર્મ પ્રાપ્ત પણ કઈ રીતે થાય અને ટકે પણ કઈ રીતે ?
શ્રી જિનેશ્વરદેવનો ધર્મ તે ત્યાગ. બંધનથી છૂટવા માટે જ એ ધર્મ છે. બંધનોને વધારવા, મજબૂત કરવા કે સુંદર કરવા માટે આ ધર્મ નથી. અયોગ્ય બંધન કદી સુયોગ્ય બને તો રૂપાળાં કહેવાય, પણ રૂપાળાં તોયે બંધન જ. સામાન્યને નાની ઝૂંપડી અને મોટાને બંગલા, પણ બંધન તો ખરું જ ને ! એ બંધન ઇષ્ટ નથી, એ જ કારણે ઉપકારીઓએ દેવજીવનને દુર્લભ નહિ કહેતાં મનુષ્યજીવનને જ દુર્લભ કહ્યું છે, કેમ કે બંધનથી સંપૂર્ણ મુક્તિ મનુષ્યજીવન સિવાય કોઈ પણ જીવનમાં શકય નથી. આથી એ વાત સ્પષ્ટ છે કે મનુષ્ય જીવનની મહત્તા ભોગને લઈને નથી, ભોગ એ મનુષ્યજીવનનું સાધ્ય નથી, અને ભોગની સેવનામાં જ મનુષ્યજીવનને ગુમાવનારા મનુષ્ય જીવનને નહિ પામ્યા જેવા જ છે. દેવજીવન એ ભોગજીવન છે છતાં પણ ત્યાં બેઠેલા સમ્યગ્દષ્ટિ દેવો ત્યાગજીવનની ઝંખના કરે છે, તો ત્યાગસાધક જીવનમાં બેઠેલા મનુષ્યો ભોગની ઝંખના કરે એના જેવી કમનસીબી કઈ ? બચાવ ખોટા માટે ન જોઈએ : સભા : અભ્યાસ પડી ગયો ને !
સમજ્યા પછી એમ કહેવાય એ ન ચાલે. પડી જવાથી હાનિ થાય એ સમજાયા પછી ન પડાય એ રીતે જ ઊભા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. નાના બાળકને તો ખબર નથી માટે પડી જાય; પણ સમજદાર, બાળકની માફક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org