________________
૪૨
-
---- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ –
–
૫૦૦
ઓછો જ પડે ? સમ્યગ્દષ્ટિ એટલે તો સમજદારને ? એનાથી નાલાયક જેવા ઉત્તર ન જ દેવાય. સુશ્રાવક લખવામાં તો રાજી, કોઈ સુશ્રાવક ન લખે એ તો ખટકે અને કોઈ પરમધમી કહે એથી તો આનંદ થાય, તો પછી “ભોગનો અભ્યાસ પડી ગયો છે” એવો બચાવ કરીને કેમ જ અટકાય ? કહેવરાવવું સત્યવાદી અને ટેવને લઈને જુઠું બોલાય છે માટે વાંધો નહિ, એમ કેમ બોલાય ? જો એમ જ બોલાતું હોય તો સત્યવાદી નામ કાઢી નાખવું જોઈએ અને કહેવું જોઈએ કે “સત્ય ગમે છે પણ અમલ નથી થતો.’ એ જ રીતે “મનુષ્યજીવન એ વસ્તુતઃ ત્યાગ માટે છે' - એમ જાણ્યા બાદ ભોગના અભ્યાસનો કેવળ બચાવ ન જ ચાલે, માટે પામરતા કબૂલવી જોઈએ. અભ્યાસનો બચાવ કર્યા કરવાથી તો ઊલટું ભોગનું પોષણ જ થાય છે અને અરેરાટી જાગતી નથી. બચાવ કરવો જ હોય તો એવો કરવો જોઈએ કે જેથી ત્યાગને પોષણ મળે. જો ભોગ માટે અભ્યાસનો બચાવ થાય તો તો કહેનારની પણ અસર ન થાય. કહેનાર તજવાનું કહે અને સાંભળનાર કહે કે “અભ્યાસ પડી ગયો છે' એટલે પતી ગઈ વાત. આમ થાય એ કોઈ પણ રીતે યોગ્ય ન ગણાય, કારણ કે બચાવ સુધરવા માટે થવો જોઈએ પણ છટકવા માટે ન થવો જોઈએ. ચોર તરણાથી ઢંકાય નહિ !
આજે કેટલાક કહે છે કે “અમારો સ્વભાવ જ એવો છે કે ગમે તેમ થાય તો પણ અમને અશાંતિ થાય જ નહિ.' આ કથનની સામે શાસ્ત્ર કહે છે કે છબસ્થ એમ કહે કે “હું ઠંડો જ છું' તો એ સાચો નથી, કારણ કે જ્યાં પોતાનું ન બગડે ત્યાં સુધી કદાચ ઠંડક રાખે તેવો તે હોય છે પણ માથાની ટોપી ઊપડે તો એ ઠંડક રાખી શકતો જ નથી : કદાચ બહારથી રાખે તો પણ એના અંતર ઉપર અસર થયા વિના રહેતી જ નથી. એક વિતરાગ આત્માની વાત છોડો, કારણ. કે માથું કાપો તોય એ આત્માને ગરમી આવે તેમ નથી. બાકી શરીરના પૂજારીને તો સહજ વાગે એટલામાં ગરમી આવે છે. એવાને ધર્મ ઉપરના આઘાત સમયે ગરમી ન થાય અને આઇસ્ક્રીમ જેવી ઠંડક રહે એ સાચી ઠંડક નથી પણ એક જાતનો ધૃષ્ટતાભર્યો ઢોંગ છે. વિતરાગને લાલાશ કે ઉગ્રતા ન આવે, છતાં એ સત્યની રક્ષા માટે એ તારકોએ પણ કહેવામાં બાકી નથી રાખી. ગોશાળાએ
જ્યારે કહ્યું કે હું તારો શિષ્ય ગોશાળો નથી.” ત્યારે ભગવાને કહ્યું કે “ચોર તરણાથી ઢંકાય નહિ, તું જ ગોશાળો છે.' પણ “કંઈ નહિ હવે જવા ઘોને એને'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org