________________
18ા
-
- ૪ : પાપી પણ પાવન થઈ શકે - 98
-
૪૩
એમ તો ભગવાને પણ ચાલવા ન દીધું, કારણ કે હિતકર કીધા વિના તો અવસરે ચાલતું જ નથી.
અહિતકર કહેવાનો અધિકાર વીતરાગના શાસનમાં કોઈને નથી પણ હિતકર હોય છતાં સામાને અહિતકર લાગે એની ચિંતામાં પડી છતી શક્તિએ સાચું હિતકર પણ ન કહેવું એમ જૈનશાસને કહ્યું નથી. ગાંડાને ખોટું લાગે તેવું ન કહેવાય પણ ડાહ્યા કોણ ? પોતાની જાતને સૌથી ડાહ્યા કહે અને ડાહ્યાપણાનું અભિમાન રાખે એડાહ્યા નહિ.ડાહ્યા તો પોતાને ખામીવાળા જ સમજે. પોતાને સર્વસ્વ સમજે તે આ શાસનમાં ડાહ્યા નથી. ગાંડાને ખોટું લાગે એ ન કહેવું એ કાયદો થાય, તો તો પાનાં બંધ કરીને જ બેસવું પડે. સંસારરસિકોને ખોટું શેમાં ન લાગે? સાધુ ‘ઘરબાર કુટુંબ બધુય છોડવાનું જ કહે” એમાં એને ખોટું લાગે જ. શ્રાવકપણું એટલે મુનિપણાની ઉમેદવારી :
મનુષ્યજીવનમાં ભોગની આસક્તિ અભ્યાસથી જ થાય છે એમ નથી. અભ્યાસ કયો કહેવાય ? ભગવાન શ્રી મહાવીરે દીક્ષા લીધા પછી, પોતાના પિતાના મિત્રને જોઈને હાથ લાંબા કર્યા એ અભ્યાસને લઈને, પણ હૈયે કંઈ રસ હતો ? નહિ જ, એ રીતે તમે ભોગ અભ્યાસથી જ ભોગવો છો અને રસ નથી આવતો, એમ ? ભગવાને તો તરત અભિગ્રહ કર્યો છે કે “ગૃહસ્થનો વિવેક ના કરવો.’ તમે પણ એવો અભિગ્રહ કર્યો છે કે “હવે વિષયો ન ભોગવવા.' નહિ જ, તો કહો કે “વગર કારણે થાય એ અભ્યાસ કહેવાય !” અનાદિની ટેવથી થાય એ માન્યું, પણ રસ આવે છે એનો શો બચાવ ? માટે સમજો કે અભ્યાસના નામે ભોગનો બચાવ કરી ત્યાગથી આઘા રહેવું, એ આ શાસનમાં ન ચાલે.
વર્ષોના શ્રાવકને શું ત્યાગનાં સ્વપ્ન પણ ન આવે ? ત્યાગને સાંભળતાં રૂંવાંટી પણ ખડી ન થાય ? યાદ રાખો કે “શ્રાવક એટલે મુનિપણાનો ઉમેદવાર.” જેનામાં મુનિપણાની ઉમેદવારી નથી, તેનામાં સાચું શ્રાવકપણું પણ નથી અને સાચું સમ્યગ્દષ્ટિપણું પણ નથી કિંતુ મિથ્યાષ્ટિપણું છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા કહે છે કે “સર્વવિરતિની લાલસા વિનાનો દેશવિરતિનો પરિણામ સમ્યક હોતો નથી.” તમે જ વિચારો ને કે અમુક જગ્યાએ જવાનો નિશ્ચય કર્યા વિના ઉઠાય જ શી રીતે ? તેમ સમ્યગ્દર્શન યા પછી દેશવિરતિ એ આગળ જવા માટે છે, પણ વચ્ચે રહેવા માટે નથી. સર્વવિરતિને સિદ્ધ કરવા માટે દેશવિરતિ તો સાધનરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org