________________
૪૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ –
–
1888
એકદમ પમાય તેમાં વાંધો શો ?
પહેલાં જે મુનિપણું ન લઈ શકે તે દેશવિરતિ બની યાવતું પ્રતિભાવહન કર્યા પછી પણ મુનિપણું લે, એનો અર્થ એ નથી કે પ્રતિભાવહન કર્યા પછી જ દીક્ષા લેવાય. જે દીક્ષાને કોઈ કોઈ આત્મા જેમ સમ્યક્ત આદિના ક્રમથી પામે છે, તેમ કોઈ કોઈ આત્મા પૂર્વની આરાધના અને લઘુમિતાના યોગે એકદમ પણ પામે છે, એમાં કોઈ પણ જાતનો વાંધો નથી. કોઈ ધીમે ધીમે કોટ્યાધિપતિ થાય અને કોઈ એકદમ થાય, એમાં કાંઈ ઓછો જ વાંધો છે ? સેંકડોપતિ થયા પછી કોઈ હજારપતિ થઈને લાખપતિ થાય એનો ઇન્કાર નથી. પણ હજારપતિ થયા વિના લાખપતિ થવાય કે નહિ ? કોઈ એકદમ લાખપતિ થાય એની ઇર્ષા હોય ? નહિ જ, તેમ શ્રી જૈનશાસનને નહિ પામેલા આત્માઓ પણ એ શાસન પામતાંની સાથે તરત જ મુનિ થયા છે, છેલ્લી ક્ષણ સુધી મિથ્યાદષ્ટિ હતા એવા પણ તરત જ મુનિ થયા છે. કોઈ હમણાં જ જૈનશાસનમાં આવ્યો માટે તરત દીક્ષા ન હોય, અનુભવ લે તે પછી જ દીક્ષાની વાત, એવું કોઈ પણ શાસ્ત્રકાર પરમર્ષિ નથી કહેતા. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા તથા શ્રુતકેવલી ભગવાન શ્રી શય્યભવસૂરિજી મહારાજા પણ દીક્ષિત થયા પૂર્વે મિથ્યાદૃષ્ટિ હતા. પરમાત્મા શ્રી મહાવીરદેવના પ્રથમ ગણધરદેવ શ્રી ઇંદ્રભૂતિજી પણ પહેલાં કેવા હતા ? કહેવું જ પડશે કે ઘોર મિથ્યાષ્ટિ હતા, કુમતના પ્રચારક હતા, એટલું જ નહિ પણ કુમતના પ્રચારકોમાં આગેવાન હતા; કુમતની જડને પોષનાર એ હતા, હિંસક યજ્ઞના કરનાર તથા એમાં સર્વને જોડનાર એ હતા. મિથ્યાદૃષ્ટિ, હિંસક, કુમતવાદી, હિંસક્યજ્ઞપ્રચારક એવા પણ ઇંદ્રભૂતિજી, ભગવાન સાથે વાદ કરવા આવ્યા હતા; એટલું જ નહિ પણ કેવળ હરાવવાની બુદ્ધિથી જ આવ્યા હતા; એવા પણ તેઓ પ્રભુના દર્શન માત્રથી પરિવર્તન પામી ગયા અને અલ્પકાળમાં જ સર્વસ્વ પામી ગયા છે. આથી એ વસ્તુ સિદ્ધ જ થાય છે કે આરાધક અથવા લઘુકર્મી આત્મા એકદમ પણ પામી જાય, એમાં કશું જ આશ્ચર્ય પામવા જેવું નથી; કારણ કે આત્માનો એ સ્વાભાવિક ગુણ છે; કોઈ પરાઈ વસ્તુ નથી. વળી આથી સ્પષ્ટ છે કે પ્રભુનો ધર્મ પામનારના, પામતી વખતના જ પરિણામ જોવા જોઈએ. પાપી પણ ધર્મને પામે !
આ શાસન ખરે જ અનુપમ છે. ગોશાળો મર્યો ત્યાં સુધી કેવો હતો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org