________________
1
- ૪ : પાપી પણ પાવન થઈ શકે – 98 –
=
૪૫
પ્રથમથી આખર સુધી તોફાની હતો. પ્રભુનો પોતાની મેળે ચેલો થયો હતો. પારણામાં ખીર દેખી અને એમાં બાદશાહી માની એટલે પોતે પોતાની મેળે ભગવાનનો ચેલો થયો; કહોને કે ભગવાનની પાછળ ફરતો હતો. ભગવાનને પણ વિતાડવામાં એણે બાકી નથી રાખી. ભગવાન પાસેથી જ્ઞાન મેળવી કમત પ્રચારવા લાગ્યો; જે તારકની પાસેથી પામ્યો તે જ ભગવાનને ગાળો દીધી; અરે, એ તારક ઉપર પણ તેજોલેશ્યા મૂકી. ભગવાનને મારી નાખવાનો પ્રયત્ન કરવા સુધીની નીચ હદે એ પાપાત્મા પહોંચ્યો. ભગવાનને માર્યા, એમ કહીએ તો પણ ચાલે, કારણ કે ભગવાન બચ્યા એ વાત જુદી, પણ એણે તો તેજલેશ્યા બાળવા માટે જ મૂકી હતી ! એણે તો શ્રી જિનેશ્વરદેવનો ઘાત કર્યો જ, એમ કહેવાય; છતાંય એવાને માટે પણ, એ મૂઆ પછી એને માટે ભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ પૂછતાં ભગવાને જણાવ્યું કે “એ પામી ગયો. છેલ્લી ક્ષણે એની ભાવનાની શુદ્ધિના યોગે એ પામી ગયો એમ ભગવાને જણાવ્યું. આ શાસન એ ભગવાનનું છે. ગોશાળો બોધિબીજ પામવાના યોગે નિયમો અદ્ધપુદ્ગલ પરાવર્તનમાં મુક્તિએ જવાનો. કહો ત્યારે હવે પૂર્વનો પાપી એ ધમ થાય કે નહિ ? કહેવું જ પડશે કે થાય' ! સભા : અસ્પૃશ્યને અને અનાર્યને દીક્ષા અપાય?
અસ્પૃશ્ય પણ દીક્ષિત થયા છે અને અનાર્યો પણ દીક્ષા પામ્યા છે એ વાત કાંઈ છૂપી નથી. સઘળું જ સંભવિત છે :
પણ જેનો અસ્પૃશ્ય તથા અસ્પૃશ્યતાને નથી માનતા એવું કહેનારા ગાંડા છે. જૈનશાસન તો કહે છે કે દુનિયામાં દેખાય છે તે બધું જ છે. એક પણ ચીજ એવી નથી કે જે અનાદિ અનંત સંસારમાં ન સંભવે. કર્મ મૂળ આઠ પ્રકારનાં, પેટભેદ એકસો અઠ્ઠાવન પ્રકારના પણ પ્રતિ પ્રાણીએ તરતમતાની અપેક્ષાએ અનંતા પણ કહેવાય. એક જ્ઞાનાવરણીય કર્મનો ઉદય બધાને; પણ પ્રાયઃ જીવ એટલા ભેદ. કોઈ સમાન હોય એમ પણ બને. નિગોદીઆને જ્ઞાન કેટલું ? અક્ષરનો અનંતમો ભાગ. આપણને કેવલજ્ઞાનીની દૃષ્ટિએ તદ્દન ઓછું, કોઈ પચીસ શ્લોક કલાકમાં કરે તો કોઈ બે દિવસે એક પદ પણ ન કરે, કોઈ મિનિટમાં સમજે અને કોઈ કલાકેય ન સમજે માટે એ બધાય ભેદ સમજો. એ જ રીતે ગોત્રકર્મને અંગે; તીવ્ર નીચ ગોત્રકમ ઉદયમાં આવે, તો અસ્પૃશ્યતા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org