________________
૪૬
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬ –
–
14મ
આવે. આજ સાંજના કરોડપતિ કાલે સવારે ભીખ માગે તેનું કારણ શું ? કહેવું જ જોઈએ કે તીવ્ર અશુભનો ઉદય. તીવ્ર અશુભોદયના યોગે આપત્તિઓ ચોતરફથી આવે, પેઢી તૂટે, માલ લુંટાય, ઘરમાં સંબંધી મરે, છોકરાને પક્ષાઘાત થાય, પોતાને શૂળ થાય. તીવ્ર અશુભના ઉદયે એ બધું જ સાથે પણ થાય. શાસનની હયાતીમાં જ હયાતી :
તમારી વળી સાહ્યબી ક્રમસર જ જાય એવું પણ ન માનતા. પરંતુ આજે તો જાણે જવાની કોઈને ભીતિ જ નથી દેખાતીને ? કયા નિશ્ચયબળે આટલા નચિંત છો ? તમારી બહાદુરી આશ્ચર્ય પમાડે એવી છે. તમારી બહાદુરી તો પુણ્યવાન ચક્રવર્તીઓમાં પણ નહોતી, કારણ કે એ પણ ચેત્યા કે તરત જ ભાગ્યા. એવી અપૂર્વ ચેતવણી આપનાર શાસનની હયાતીમાં જ આપણી હયાતી છે. એ શાસનની આબરૂમાં જ આપણી આબરૂ છે. આપણી આબરૂ રહે અને શાસનની આબરૂ જાય તો આપણે જીવતા કે મૂઆ ? શાસનની આબરૂમાં જ પોતાની આબરૂ માનનારા તો શાસનની હાનિથી પોતાને મૂઆ જ સમજે. એ જ કારણે એવા શાસનસેવકો પ્રભુશાસનના ભોગે પોતાની આબરૂ ન સાચવે, પણ પોતાના ભોગે પ્રભુશાસનને જ સાચવે. કોઈ ગાળ દેનાર ન હોય ત્યારે તો નાનું બાળક પણ બોલે, કારણ કે ત્યારે તો બોલવું સહેલું છે. આપણું અપમાન ન થાય એટલા જ માટે સાચું અને હિતકર ન બોલવું એનો અર્થ શો ? તમે અને અમે કોના ? કહો કે ભગવાન શ્રી મહાવીરદેવના. એ તારકના શાસનની હયાતીમાં તમારી અને અમારી હયાતી છે. ખોખા તરીકેની હયાતી તો છઠ્ઠી આરામાં પણ રહે, પણ સાધુ-શ્રાવકની હયાતી ક્યાં સુધી ? શાસન રહે ત્યાં સુધી.
ઘણાંને આજે મંદિર ગમતાં નથી, ચરવળા ગમતા નથી, ઓઘા ગમતા નથી, એથી કાંઈ મંદિરો બંધ કરી દેવાં, ઓઘા અને ચરવળા કબાટમાં મૂકી દેવા, એમ કેમ બને ? બે-પાંચ વરસ સંયમ બંધ કરવામાં અને સાધુઓને નગરીમાં દાખલ થતા બંધ કરવામાં ઓછું જ જૈનત્વ છે ? છતે મંદિરે તથા સંયમના ધ્વનિ કાનમાં પડવાં છતાં પણ જૈનત્વ લૂંટાઈ રહ્યું છે તો એ નહિ હોય ત્યારે તો જૈનત્વનું શું નહિ થાય ? મૂર્તિ જોઈને મિથ્યાષ્ટિ બળે, એટલા માટે મૂર્તિ ઉપર પડદો ઓછો જ નખાય ? વિષયમાં જ આનંદ માનનારા લોકોને આ રજોહરણ ન ગમે તો એ ભલે ન લે, પણ જેને ગમતો હોય એવા યોગ્ય આત્માઓની સામે કેમ ન ધરે ? દ્રોહી પણ આનાં દર્શનથી ક્વચિત પામે, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org