________________
15
– ૪ : પાપી પણ પાવન થઈ શકે - 98 – ૪૭ ભાવના એમાં રહી છે. પુણ્યવાન પણ પામે છે, પાપી પણ પામે છે અને વિરોધી પણ જોતો જોતો પામશે, એ માટે વિરોધ હોય તો પણ આ રજોહરણને દૂર ન જ મુકાય.
દેવબોધિ આવ્યો ત્યારે શ્રી કુમારપાલ મહારાજા પૂજા કરતા હતા. એ વખતે તે પૂરા શ્રાવક નહોતા. બધા દેવની પૂજા કરતા હતા, પણ પ્રથમ પૂજા શ્રી જિનેશ્વરદેવની કરતા હતા. બધાની મધ્યમાં ભગવાન શ્રી શાંતિનાથ સ્વામીની મૂર્તિ રાખી હતી.બધી મૂર્તિઓ કરતાં એ મૂર્તિમાં તેમને વીતરાગતા દેખાતી હતી.
દેવબોધિને એ જ મૂર્તિ ખટકી, એટલે એણે એ મૂર્તિને ઉઠાવી લેવા કહ્યું, તે છતાં પણ શ્રી કુમારપાલ મહારાજાએ તો કહ્યું કે “એ તો ત્યાં જ રહેવાની.'
પૂરું પામેલા નહોતા છતાં પણ એમને વસ્તુ ત્યાં દેખાતી હતી એટલે દૂર મૂકવાની સ્પષ્ટ ના પાડી, જ્યારે આજ તો વિરોધના નામે સંયમની વાત મૂકી દેવાનું કહેવામાં આવે છે અને ત્યાં તો વિરુદ્ધ ગ્યા' સંભળાવી, કહેવાય છે કે ‘શાસ્ત્રમાં પણ આમ કહ્યું છે. આના જેવું ઉસૂત્ર કયું? ઉસૂત્રભાષીને માથે શું શીંગડાં ઊગતાં હશે ! નહિ જ, માટે ગાંડા જેનો વિરોધ કરે તેને ડાહ્યાઓએ છોડી દેવું એવું શ્રી જેનશાસન નથી કહેતું. સેવા માટે નિર્દભ સમર્પણ જોઈએ:
ભયંકર વિરુદ્ધતાના જમાનામાં પણ આપણા પૂર્વજોએ શાસનને અખંડિત જાળવ્યું છે. આજે એવો વિરોધ છે પણ ક્યાં ? પહેલાંના વિરોધીઓ સત્તાધીશ હતા, જ્યારે આજના વિરોધીઓ કેવા છે ? એ સ્ટેજ પર બોલે, ધૃજે, ધ્રુજાવે અને ગાંડાઓ પાસે તાલી પડાવે, એથી આગળ વધે અને બહુ કરે તો દાંડાઈ અને નફટાઈ કરે ! એ સિવાય બીજું કશું જ કરી શકે તેમ નથી, માટે સહેજ પણ મૂંઝાયા વિના શાસનની સેવામાં સમર્પાઈ જવું જોઈએ. શાસનસેવા માટે મર્યાદા પ્રમાણેની જરૂરી ઉગ્રતા આદિનો ત્યાગ કરી ખોટી સમતા, ક્ષમા અને શાંતિ આદિનો દંભ ન સેવવો જોઈએ. એવા દંભથી એકાંતે આત્માનું અહિત છે. પ્રભુશાસનને પામેલા આત્માઓની શાંતિ, ક્ષમા કે સમતા હિતનાશક ન હોય. શાસનસેવાના સમયે હૃદયથી જુદાઓ અન્યને નિંદવાના ઇરાદે અને પોતાના દુર્ગુણને છુપાવવા માટે ભલે પોતાને સમતાધારી તરીકે ઓળખાવે.
દુર્જનોનો એ સ્વભાવ જ છે કે પોતાના દુર્ગુણોને છુપાવવા માટે ગુણોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org