________________
૪૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯
- 10
ઓઠું લેવું અને ગુણીઓના ગુણને દુર્ગુણ તરીકે ઓળખાવવા.” સજ્જન આત્માઓના એવા કયા ગુણ છે કે જે દુર્જનની વાણીથી કલંકિત ન થયા હોય? સજ્જન બોલે તો દુર્જન એને વાચાળ કહે અને સર્જન રક્ષાના પ્રયત્નો કરે તો દુર્જન અને ઝનૂની કહે. કારણ કે દુર્જનો સમજે છે કે સજ્જનના ગુણો બહાર આવે તો પોતાની કિંમત એક ફૂટી કોડીની પણ નથી : એટલે એ દુર્જનો સજ્જનના ગુણોને નિંદે અને પોતાના દોષોને ગુણરૂપે બતાવે, એમાં નવાઈ નથી.
આપણો મુદ્દો એ છે કે વસ્તુના રક્ષણ માટે ગમે તેટલા યોગ્ય પ્રયત્નો કરવામાં આવે એમાં વાંધો નથી. જેનામાં પોતાનું વ્યક્તિત્વ જાળવવાનું મારાપણું છે, એ શાસનની પ્રભાવના કરી શકતો નથી. જે શાસન વડે પોતાને માને અર્થાતુ પોતાના માન-સન્માન પ્રભુશાસનના પ્રતાપે છે એમ માને, એ જ શાસનની પ્રભાવના કરી શકે છે. શાસનની પ્રભાવના માટે પૂર્વના મહાપુરુષોએ જે કર્યું છે, તે જોતાં તો આપણાથી સહેજે બોલાઈ જાય છે કે એ તો એ મહાપુરુષો જ કરી શકે. એ મહાપુરુષોએ જો આટલું ન કર્યું હોત તો આજે આપણી દશા કફોડી હોત ! જૈનશાસનની સુંદરતા સાચવી રાખવા માટે એ મહાપુરુષોએ સઘળું જ કર્યું છે. પાપનો ત્રાસ એ જ યોગ્યતા :
શ્રી જૈનશાસન તે છે કે જેમાં પાપી પણ પુણ્યવાન થઈ શકે છે. જૈનશાસન આત્માનાં બંધન છોડવા માટે છે. પણ બંધન વધારવા કે સુંદર બનાવવા માટે નથી. સારાં અને ખોટાં બેય બંધનો છોડવાનાં જ છે, કારણ કે તે વિના આત્માની મુક્તિ નથી; માટે બંધન જેને છોડવું હોય તે આ શાસનમાં આનંદપૂર્વક આવે. બીજા કેટલાકે તો ભગવાનને માત્ર જુઠ્ઠા જ કહ્યા હતા, પણ ગોશાળો તો શ્રી જિનેશ્વરદેવનો ઘાતક થયો હતો એટલે અધિક પાપાત્મા ગોશાળો હતો. કોઈ પણ શ્રી જિનેશ્વરદેવની ઘાત કરવાની હદે ન ગયો, જ્યારે ગોશાળાએ તો ભગવાનને મારવા માટે તેજોલેશ્યા છોડી દીધી. પ્રભુમાં અતિશય ન હોત, એ તારકનું આયુષ્ય નિરુપક્રમ ન હોત, તો તો એ તેજોલેશ્યા મારીને જ જાત. ભગવાન તો અતિશય સંપન્ન હતા, નિરુપક્રમ આયુષ્યવાળા હતા, અને શ્રી તીર્થંકરદેવને તેજલેશ્યા વગેરે લાગતાં નથી, માટે ભગવાન બચ્યા, બાકી ગોશાળાએ તો મારવા માટે જ તેજોલેશ્યા ફેંકી હતી; તે છતાં પણ એના મરણ બાદ ભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ પૂછ્યું કે, “ગોશાળો કેવો ?' તો ભગવાને કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org