________________
141 - ૪ : પાપી પણ પાવન થઈ શકે - 98 – ૪૯ કે “છેલ્લે પામી ગયો. આથી સ્પષ્ટ છે કે જિંદગી સુધીનો ભયંકર પાપી પણ ધર્મ પામી શકે. ભયંકર પાપી પણ ધર્મ લેવા આવે અને સરળતા દેખાય, તો એને ધર્મ આપવાની શાસ્ત્રની આજ્ઞા છે. કલાક પહેલાંના પાપીને પણ ધર્મ આપી શકાય છે.
પચ્ચખાણ લેનારમાં ત્રણ વસ્તુ હોવી જોઈએ. એક તો અતીત પાપનો પશ્ચાત્તાપ, બીજો વર્તમાનમાં પાપનો સંવર અને ત્રીજો ભવિષ્યમાં પાપ નહિ કરવાનો દઢ આત્મનિશ્ચય. આ ત્રણ જેનામાં જણાય, તેને પચ્ચકખાણ આપી શકાય. એવો કાયદો ન જ બંધાય કે પ્રથમથી જ પાપી ન હોય તેને જ પચ્ચખાણ આપી શકાય.
દીક્ષા લેનારા પણ પ્રથમથી જ સર્વ પાપરહિત હોય એવો કાયદો ન બંધાય. દીક્ષા લેનારા પોતાના પૂર્વના પાપને નિંદનારા હોય, લેતી વખતે પાપથી દૂર હોય અને ભવિષ્યમાં પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા કરનારા હોય, તો તે યોગ્ય છે. દીક્ષા લેનારા પ્રથમથી જ પાપરહિત જ હોવા જોઈએ એવો કાયદો કેમ જ હોઈ શકે? આજની વિચિત્રતા : સભા : સાહેબ, એ તો બની શકે જ નહિ પણ દીક્ષાના લેનાર દીક્ષા ભાંગે તો
આપનારને દોષ ખરો કે નહિ ? તીર્થંકરદેવના હાથે પણ દીક્ષિત થયેલા પડ્યા છે, તે છતાં પણ એ તારકની મુક્તિ અટકી નથી. ચેલા પડવાથી કોઈ ગુરુની પણ મુક્તિ અટકી નથી. શુદ્ધબુદ્ધિથી શાસ્ત્રવિધિ મુજબ આપનારને કોઈ દોષ લાગી શકતો નથી.
સભા : સાહેબ ! લોભથી દીક્ષા અપાય તો?
લોભી ગુરુ અને લાલચુ ચેલાને તો જૈનશાસનમાં વાસ્તવિક રીતે સ્થાન જ નથી. એ તો એક એકની ચોટલી લે એવા હોય છે. એ જ કારણે લોભ પ્રશસ્ત હોય તો સ્વીકાર્ય છે, પણ અપ્રશસ્ત લોભ સ્વીકાર્ય નથી. સભા : શું અપ્રશસ્ત લોભ નહિ બનતો હોય ?
બને બધું. ગામ હોય ત્યાં ઢંઢવાડો પણ હોય જ. કોઈ પણ નગર એવું નથી કે જ્યાં એક પણ દેવાળીઓ ન પાક્યો હોય, છતાં વેપાર ઓછો જ બંધ રહે ? તેમ અભવી આત્માઓએ પણ દીક્ષા લીધી છે. ખૂનના ઇરાદે પણ દીક્ષા લેનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org