________________
૩: શાસ્ત્રોની શ્રદ્ધા વિના સમકિત નહિ ?
97
• પ્રભુશાસન, એક ઊંચું વૈદક :
• મુનિને દાન દેવામાં ભાવના કઈ ? • ગરીબ અને શ્રીમંતમાં ફરક શો ? • શ્રાવકકુળના મનોરથ : • ક્રિયા એક પણ ભાવના જુદી ! • પ્રભુશાસનનો પ્રતાપ : • જેની જરૂર તેનો નિષેધ કેમ ?
• પ્રભુશાસનના લૂંટારા : • સદુપર્યાગ એ ધર્મ : વિષયઃ શાસ્ત્રનિરપેક્ષતા એ સમકિતની ઘાતક અને શાસ્ત્રસાપેક્ષતા એ
સમકિતની કારક. શાસ્ત્રોમાં આવતી નરકાદિ દુર્ગતિઓની વાતોને નહિ માનવા માટે શાસ્ત્રોને જ અપ્રમાણ ઠેરવવાવાળો જે કેટલાંક વર્ગ સંઘ-સમાજમાં પેદા થયો છે, તે વર્ગની એ વાતો કેવી બેહૂદી છે, તે આ પ્રવચનમાં ખૂબ જ માર્મિક રીતે રજૂ કરવામાં આવી છે. દ્રવ્યક્ષેત્રાદિ પણ જોવાના પણ સામાના શ્રેય માટે. ભવ વધે એ રીતે દ્રવ્યક્ષેત્રાદિ જોવાં તે પણ પાપ જ છે. સુખ અને દુઃખમાં સમ્યગ્દષ્ટિ આત્માની મનોદશા કેવી હોય? ધર્મ માટે લાયક એવા ગરીબ કે શ્રીમંતમાં કઈ વસ્તુ હોવી જરૂરી ? એક જ ક્રિયામાં પણ પરિણામ ફર્યો ફળમાં ફેર કઈ રીતે પડે? જે વસ્તુની જરૂર પડે તે વસ્તુ માત્રને ઉપાદેય કેમ ન ગણાવાય ? મેળવવું એ ધર્મ કે મળેલાનો સદુપયોગ એ ધર્મ ? શ્રાવકના મનોરથ કેવા હોય? શાસ્ત્ર કોણ ધારણ કરે ? અને આગમની વાતોને હંબગ કહેનારા શાસનના લૂંટારા શાથી? આવા અનેક પ્રશ્નના રસપૂર્ણ જવાબોથી આ પ્રવચન મજાનું બન્યું છે.
મુવાક્યાત • શાસ્ત્ર નિરપેક્ષપણે પ્રવર્તતી સમયાનુસારી બુદ્ધિવાળો કદી જ શાસ્ત્રને ન સાચવી શકે કે ન માની શકે. • ચક્રવર્તી ચક્રવર્તીપણું છોડે અને ભિખારી ભિખારીપણું છોડે, એટલે એ બેય માર્ગે આવી શકે છે.
એ બેય ધર્મને માટે લાયક છે. • સમ્યગ્દષ્ટિ આત્મા વર્તમાન કરતાં ભવિષ્યની ચિંતા વધારે કરે છે. • જેની તમને જરૂર એનો નિષેધ કેમ ?' આવા વિચારો મિથ્યાષ્ટિના હોય છે. • લાલસા જ આત્માને પાપ તરફ વાળી રહી છે. “આ જમાનામાં અનીતિ વિના ચાલે નહિ, માટે અનીતિમાં પાપ કેમ કહેવાય ?’ એમ માનવું
એના જેવું મિથ્યાત્વ કયું છે ? - સાધુ ગૃહસ્થની નિશ્રાએ રહે છે, પણ કાદવ તથા પાણી વચ્ચે રહેલ કમળની જેમ નિર્લેપ રહે છે, જો
નિર્લેપ રહે તો સાધુતા ટકે, નહિ તો કમળ જેમ કહોવાઈ જાય, તેમ સાધુતામાં પણ સડો થાય. • મળેલાનો સદુપયોગ કરવો એ ધર્મ. • ‘શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા મસ્તકે' એમ મુખેથી કહેવું અને આગમમાં કહેલી વાતને હંબગ કહેવી, એ કારમી નાસ્તિકતા છે અને એમ કહેનારની પીઠ ઓઘાવાળા પણ થાબડે, એનો અર્થ તો એ જ કે પ્રભુશાસનના લૂંટારા અને લૂંટારાના સાથી ભગવાનના શાસનમાં વસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org