________________
૨૭
---
-- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –
–– 1w
એને એ વાત પૂરવાર કરવાનું કહેવામાં આવે, આહ્વાન અપાય, ચેલેંજ અપાય ત્યારે ન અવાય એમ કહે, એના જેવો કાયર કોણ ? છતાં આપણે આપણી સજ્જનતા ન ખોવી જોઈએ, બાકી જો કોર્ટમાં એવું થાય તો ભયંકર અપમાન થઈ જાય અને બીજી રીતે પણ સહન કરવું જ પડે.
સભા ત્યાં તરત જવાય છે, અહીં શાસનમાં એવું નથી ને ? અહીં પણ જેઓ ઊંધા ચાલશે તેઓના ફુરચા ઉડી જશે. સભા : પછવાડે ને ?
જે પછવાડેનું ન જુએ એ તો આંધળા કહેવાય. આપણે પછવાડેનું નથી જોઈ શકતા માટે શ્રી જિનેશ્વરદેવની પાછળ ચાલીએ છીએ; માટે પરમ શ્રદ્ધાળુ.
નાગાં છાપાં પર વજન રાખીને સાધુસંસ્થામાં પોપશાહી અને ઝારશાહીની વાતો કરનારા જ અંધશ્રદ્ધાળુ. જે ઇતિહાસના આધારે પોપશાહી અને ઝારશાહીની વાતો થાય છે, તે ઇતિહાસના આધારે જૈન સાધુતામાં એ સાબિત કરે તો એમની બુદ્ધિને હું જરૂર ધન્યવાદ આપું ! સાધુ કદી ઉગ્ર થાય તો બે-ચાર શબ્દ કહે અને તે પણ અનીતિ આદિથી બચાવવા, પણ કોઈનાં ઘર લૂંટવા તો નહિ જ! પોતાની વ્યક્તિગત સ્વાર્થસિદ્ધિ માટે, માન્યતાની સિદ્ધિ માટે, મરજી મુજબ શાસ્ત્ર માટે અને પદવીધરો માટે એલફેલ લખે, એ વિદ્વત્તા નથી, જાગ્રત નથી, પણ ઘેનથી આવેલો સન્નિપાત છે. એવા માટે ડૉક્ટર કહે કે બાંધી રાખો એવાને બાંધી રાખવામાં હિત છે, પણ એવાને બાંધવામાં માથું ન ફૂટે એ સાચવવાનું છે. | ગમે તેવો મોટો ધારાશાસ્ત્રી હોય, પણ શરીર પર દરદ થાય તો સર્જન પાસે જાય અને સર્જનને કાયદાનું કામ પડે તો ધારાશાસ્ત્રી પાસે જાય. કાયદાના જ્ઞાનમાં ધારાશાસ્ત્રી ડાહ્યા અને શરીરના કાયદામાં સર્જન ડાહ્યા, એ રીતે અહીં ત્યાગની વાતમાં બીજાઓનું ડહાપણ કઈ રીતે ચાલે ? વિરાગીની પરીક્ષા રાગી કઈ રીતે લે ? પણ જ્યાં સુધી અવિવેકરૂપ અંધારાનું સામ્રાજ્ય હોય, ત્યાં સુધી આ બધું ન સમજાય. એને ટાળવા માટે જ ઉપકારીઓ કર્મવિપાકની ગરિષ્ઠતાનું વર્ણન કરી રહ્યા છે. કર્મવિપાકની ગરિષ્ઠતાના વર્ણનમાં કર્મપરવશ આત્માઓની દશાનું ઉપકારીઓ કેવું કેવું વર્ણન કરે છે એ હવે પછી -
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org