________________
૧૩ – ૨ ઃ અવિવેકનું સામ્રાજ્ય અને સુધારકોની અંધશ્રદ્ધા - 96 –
૨૫
એના જેવી મૂર્ખતા કે અધમતા કઈ? આ બધું નખ્ખોદ સ્વાર્થીઓએ વાળ્યું છે. શ્રી જિનેશ્વરદેવનું શાસન એવા સ્વાર્થીઓની સામે ટક્કર ઝીલે છે માટે જ એની પાછળ ચાલનારને આજના કહેવાતા સુધારકો અંધશ્રદ્ધાળુ કહે છે, પણ ખરી રીતે આંધળા તો એ છે કે દુન્યવી નેતાની એકેએક આજ્ઞા માને છે. એ સાલની ડિસેમ્બરની ૩૧મી તારીખની સાંજે સ્વરાજ્ય મળવાનું હતું એ દિવસ ભૂલી ગયા ? બધા ઊંચું જોઈ રહ્યા હતા. ડાહ્યા ડાહ્યાઓએ બગલમાં જુત્તાં ઘાલ્યાં હતાં. પછી સ્વરાજ્ય ન આવ્યું ત્યારે કહી દીધું કે “મહાસભા દેવાળું કાઢે ત્યાં હું શું કરું ?” આ આજ્ઞાધીનતા શાથી હતી ? ત્યાં શ્રદ્ધા કેટલી હતી ? વાતો સ્વતંત્રવાદની છતાં પરાણે લોકોની ટોપીઓ બાળી હતી, એ ભૂલી ગયા?આ બધી અંધશ્રદ્ધા ન હતી ? હવે વિચારો કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા કઈ છે ? “પાપ ન કરવું, વિષયકષાય ઘટાડવા, મમત્વ મૂકવું વગેરે આ વસ્તુને માનવામાં અંધશ્રદ્ધા કહેવી એ કેવી અજ્ઞાનતા ? અંધશ્રદ્ધાળુ, ગાડરિયા, મૂર્ખ અને બેવકૂફ' વગેરે કહેનારા પાછા જરૂર પડ્યે ભીખ માગવા એમની પાસે જ આવશે. ભણેલા કે બેવકૂફ?
તેઓ તરફથી ધર્મી ઉપર અનેક આક્ષેપ થાય છે. એવાઓએ આક્ષેપોની હારમાળા બનાવી છે. ધર્મગુરુઓને પોપ તથા ઝાર પણ કહ્યા છે. સાધુસંસ્થાને ઉતારી પાડવા કોઈ નાદાન આવા આરોપો મૂકે, એને જેઓ સાચા માને તેઓ શું ભણેલા કહેવાય ? કોઈ નાદાન, પાંચ રૂપિયા પરાણે પેદા કરતો હોય અને પછી બે-પાંચ રૂપિયા માટે ફાવે તેમ લખે, એને સાચું માનનાર ભણેલા કે બેવકૂફ? પણ એ શાથી માને છે ? સાધુ જીવતા હોય, પ્રતિષ્ઠિત હોય ત્યાં સુધી પાસા પોબાર નથી પડતા એથી; કારણ કે ગમે તેવો નાનો સાધુ પણ શું કહેવાનો ? સામાયિક, પડિકમણું અને પૌષધ કરવાનું કહે, શીલ પાળવાનું કહે, દાન દેવાનું કહે, તપ કરવાનું કહે, એ બીજું કહે શું ? અને બીજા બધા શું કહેવાના ? “લાવો ફંડ, લાવો ફંડ.' કારણ કે અર્થકામના રાગી. એવાઓ સાધુસંસ્થાને ઉતારી પાડવા બને એટલા આરોપ મૂકવાના. દી' ઊગે સો આરોપ મુકાય છે. શુદ્ધ વ્યાખ્યાતાઓ માટે પણ લુચ્ચા, શયતાન, પાખંડી વગેરે શબ્દો વપરાય છે. આમાંના એક પણ આરોપને સાચો સાબિત કરી આપે તો તો ભણેલા મનાય, નહિ તો તો મદઘેલા જ માનવા જોઈએ.
એક સોલિસિટર શાસ્ત્રની વાતને ગપ્પાં કહે, પદવીધરો માટે એલફેલ બોલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org