________________
-
1
૨૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ –– પ્રમાણ નથી એમ કહેનારાનું રહસ્ય સમજો. શ્રદ્ધાનો ઇન્કાર કરીને કોઈ જ જીવી શકે તેમ નથી. નાસ્તિક પણ ભલે આત્મા, પુણ્ય, પાપ વગેરે ન માને પણ નીતિને માને, જો ન માને તો બજારમાં કોઈ ઊભો પણ રહેવા ન દે. બજારની ગરજ હતી તો નીતિને માની તો પછી જેની જેને ગરજ ત્યાં તેણે શ્રદ્ધા રાખવી જ પડે છે ને ! તો પછી એવી જ રીતે મુક્તિના અર્થીને અનંતજ્ઞાનીઓએ ફરમાવેલાં મુક્તિનાં સાધનોમાં શ્રદ્ધા રાખવી એમાં ગુલામી શાની ? પણ મુદ્દો એ છે કે હૃદયથી મિથ્યા વાસના ઘટતી નથી, વિષયનો પ્રેમ ગયો નથી એનું જ આ પરિણામ છે.
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શ્રદ્ધા નથી, જીવસ્વરૂપ માટે અગડબગડે લખાય છે એનું કારણ સંસારની રસિકતા છે. ‘એ રસિકતા ખોટી છે' એમ કહેવામાં ગુસ્સો આવે એના પર દયા આવે છે, ખોટું કહીને અટકતા હોય એના પર તો કોરી દયા આવે પણ જાહેર કરવાનો પ્રયત્ન કરે તો એના યોગે બીજાઓ ન બગડે એ માટે એવાને ખોટું કહેનાર તરીકે જાહેર કરવાના ઘટતા પ્રયત્નો કરવામાં ગુનો નથી કારણ કે એમાં ઉભયનું હિત છે. અંધશ્રદ્ધાથી બચવાનું કહેનારાઓ પોતે જ અંધશ્રદ્ધાળુ છે ?
સભા : આપણને અંધશ્રદ્ધાથી સુધારકો બચાવવા માગે છે.
જ્ઞાનીઓના વચનમાં કરવામાં આવતી શ્રદ્ધાને અંધશ્રદ્ધા તરીકે સાબિત કરવી પડે પણ ગપ્પાં માર્યું ન જ ચાલે. વિલાયતનાં ભરતિયાં પર નાણાં દેનારા અંધશ્રદ્ધાળુ ખરા કે નહિ ? ઘરમાં અને વેપારમાં પણ અંધશ્રદ્ધા ખરી કે નહિ ? શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર વિશ્વાસ રાખવો એને અંધશ્રદ્ધા કહેનારા શું મૂખ નથી ? અનંતકાયમાં જીવો જ્ઞાનીએ કહ્યા એની સામે વીજળીનો પ્રકાશ છે એવી વાતો કરવી નકામી છે. વિજળીની એ તાકાત નથી કે દૃષ્ટિ બહારના જીવોને બતાવી શકે. આપત્તિ શાથી આવે છે, એ શોધવાનું યંત્ર કાઢયું ?
આજનો કોટ્યાધિપતિ કાલે ભિખારી કેમ ? પ્રત્યક્ષવાદીઓ, જ્ઞાનીએ કહેલ પરોક્ષ વસ્તુને નહિ માનીને રૂલવાના છે. પરોક્ષ વસ્તુને માન્યા સિવાય તો નાસ્તિકનો પણ છૂટકો નથી. આ મા-બાપ છે પણ ખાતરી શી ? શિષ્ટ પુરુષો કહે એ માનવું જ પડે. ઝેરથી પ્રાણ જાય, પણ એની ખાતરી શી ? કોઈએ ઝેર ખાધું એ વાત ખરી પણ ઝેરથી જ પ્રાણ ગયા એની ખાતરી શી? માટે એની ખાતરી કરવા જાત પર અખતરા ન કરતાં કૂતરા પર અખતરા કરવા, પ્રાણી પર અખતરા કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org