________________
1 – ૨ : અવિવેકનું સામ્રાજ્ય અને સુધારકોની અંધશ્રદ્ધા - 96 – ૨૩ છે. આ તો જોનારા પણ કહે છે કે “ગમાર છે, લડતાંયે નથી આવડતું.” તમને ત્યાગની વાત ન ગમે તો રીતસર ફરિયાદ કરો કે “અમુક સાધુ ત્યાગનાં વ્યાખ્યાન વાંચે છે માટે એમને ગામમાં ન આવવા દેવા. નોટિસો ચોડો કે ત્યાગની વાતો કરનાર માટે આ નગરમાં સ્થાન નથી. પણ આ તો કહે છે કે અમારા ગુરુ કંચન કામિનીના ત્યાગી' અને પાછા એ માર્ગ પ્રચારની આડે આવે છે એ ન્યાય કયાંનો ? દુનિયા પણ કહે છે કે લડતાં નથી આવડતું. સાધુપણાના પ્રચાર સામે વિરુદ્ધ પ્રચારકાર્ય કરનારાઓને પૂછો કે તમને સાધુ શું કરવા જોઈએ એ કહો. જૈનશાસનમાં રહેવાનો ડોળ કરનારાઓને કોઈ પૂછે કે તમારી અને સાધુ વચ્ચે તકરાર કઈ તો તેઓ શું કહે ? એ ગુલામગીરી છે?
સભા : સાહેબ ! એ લોકો તો એમ કહે છે કે ગુલામગીરીની તકરાર છે ?
કયા સાધુએ તેમને ગુલામી કરવા કહ્યું. પરમ વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ ચાલવાનું કહેવું એ શું ગુલામગીરી છે ? કોઈ બોલે ગમે તેમ પણ એની પાસે પ્રમાણ માગો. વકીલ બોલે પણ દલીલ બહાર જાય તો કોર્ટ ન સાંભળે. આંધળા થઈને માનવાનું આ શાસન કહેતું જ નથી. મનાવવા આગ્રહ પણ નથી. એ તો કહે છે કે સંસાર અસાર લાગે અને ધર્મ ઉપાદેય લાગે તો તેમ કરવું એ હિતકારી છે. શ્રી જિનેશ્વરદેવમાં વીતરાગતા દેખાય, એ તારક લાગે, ગુરુમાં નિર્ચથતા દેખાય, ધર્મ ત્યાગમય દેખાય તો માનો, બાકી વેષમાં રહેલા ભવૈયાને તો માનવાની મનાઈ જ છે. વેષ પણ ગુણદાયક ક્યારે કે મર્યાદા હોય તો, મર્યાદાનને માટે વેષ પણ નકામો છે.
દેવ વીતરાગ, ગુરુ નિગ્રંથ, ધર્મ ત્યાગમય છે એમ લાગે તો માનો. એની સેવામાં કલ્યાણ જણાય તો માનો. અઢારે પાપસ્થાનક એ પાપ છે અને એના ત્યાગમાં ધર્મ છે. એમ આ શાસ્ત્ર, આ ગુરુ અને આ દેવ કહે છે પણ “અમે કહીએ તે જ માનો' એમ નથી કહેતા. અરુચિ થાય એ તો ગમે તેમ બોલે એની પરવા ન હોય. જેને રૂપિયા ન આપવા હોય એ તો દસ્તાવેજને પણ ખોટા કહે, સહીને પણ ખોટી કહે અને સાક્ષીને પણ ખોટા કહે. અક્ષર ઓળખનારને પણ લાંચ આપીને ફાવતું બોલાવવાના પ્રયત્નો કરે. એ રીતે જેને પ્રભુનો માર્ગ ગળે ન ઊતરે એ ગમે તેમ બોલે અને આગમને ઉઘાડી રીતે એ બનાવટી કહે. સંસારની રસિકતા ખાતર ત્યાગની સામે ચેડાં કરે એ અહીં શા કામના ? આજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org