________________
૨૨
-
--- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ ---
-
1440
તો છે જ નહિ, કેમ કે એ બાબતમાં તો શ્રદ્ધા અને આવશ્યકતાના તથા હિતાહિતના વિચારો થાય છે, તો પછી અહીં તેમ કેમ નહિ?
વળી આજના કેટલાક લોકોની લડત એ છે કે જે ધર્મ કરવાથી કોઈને દુઃખ થતું હોય તો ધર્મ ન કરવો, તો એ જ રીતે કોઈને દુઃખ થાય એવું કામ વ્યવહારમાં પણ નહિ કરવાની પ્રતિજ્ઞા કરો. કૃપણ પાડોશીને દાતારનું દાન જોઈને દુઃખ થવાનું જ, એ તો પેલો દાન દે તેમાં પોતાની આબરૂ બગડે એમ માને છે. સાધુ પૂજાય એમાં પણ કેંકને દુઃખ થાય છે. ગુણવાન પૂજાય એમાં ગુણહીનને ચિંતા શી ? તમને ખમાસમણની ઇચ્છા હોય તો તમે પણ અહીં આવો, પણ અહીં આવવું નહિ અને બીજા પૂજાય કેમ ? એવું કેમ બોલાય ? સ્વતંત્રવાદ માનવો છે?
સ્વતંત્રવાદ માનો છો તો બધે માનો. એક બાપના ચાર દીકરા તેમાં એક સોલિસિટર થાય, એક બૅરિસ્ટર થાય, એક ડૉકટર થાય ત્યાં વિરોધ નહિ, પણ એક સાધુ થાય ત્યાં વિરોધ એનું કારણ શું? સંતાનને શું જિંદગીભરની ગુલામી માટે પેદા કરવામાં આવે છે ? જો એમ હોય તો ઉપકાર માટે દૂધ પાઓ છો એવો ડોળ ન કરવો જોઈએ પણ ચક્રવૃદ્ધિ વ્યાજ માટે પાઈએ છીએ એમ કહેવું જોઈએ. ચક્રવૃદ્ધિ વ્યાજથી પણ ભૂંડું. સંતાન એમ કહે કે સંસાર નથી ગમતો તો એને છૂટો કરવામાં વાંધો શો ? એને પૂછે કે કેમ નથી ગમતો ? તો એ કહે કે “સંસારમાં સાર નથી, ઘણા મરી ગયા.' આ રીતે એ સંતાન સમજાવે પછી માબાપે એને ના પાડવાનો અધિકાર ક્યાં છે? જૂઠના ધંધા માટે, તાલીમબાજ બનવા માટે દીકરો ગમે તે લાઇન લે ત્યાં હક્કનો વાંધો નહિ અને સાધુ થવા જાય ત્યાં હક્ક આવીને ઊભો રહે છે એનું કારણ ? સ્વતંત્રવાદ પણ સમાન જોઈએ ને ! એમાં ભેદ કેમ ? વ્યવહારમાં પડેલા દીકરાને તો બાપ પૂછવા જાય તો દીકરી પરખાવી પણ છે કે બેસી રહો, મારી મરજી.' બાપ પણ ત્યાં કહે કે હવે મોટો થયો છે એને ન કહેવાય.' સાધુ થાય ત્યાં માનો કે પૂછે અને સમજાવે એ અધિકાર આપણે માન્યો, વ્યવહારમાં તો આજે એ અધિકાર પણ નથી રહ્યો, પણ ખેર ! માનો કે અહીં એ અધિકાર છે, પણ એને બળજોરીથી ત્યાગ નહિ કરવા દેવાનો ન્યાય કયો ? ત્યાં પરમાર્થ બુદ્ધિ કઈ ? એ ન્યાય કચાનો ?
વીસમી સદીમાં પણ લડત એવી કરો કે દુશ્મનને પણ થાય કે લડતાં આવડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org