________________
us – ૨ : અવિવેકનું સામ્રાજ્ય અને સુધારકોની અંધશ્રદ્ધા - 96 – ૨૧ મૂકવામાં વાંધો પણ શો ? આ ત્યાગીઓ તમને લાખ લઈને આવવાનું તો નથી કહેતાને ? લાખો છોડીને જ આવવાનું કહે છે; જે છે તેને છોડવાનું કહે છે. ધર્મ ગયો એટલે ડૂળ્યા જ સમજજો !
આટલું છતાં પણ આજે તો દેવ, ગુરુની આજ્ઞા ઉપરની શ્રદ્ધામાં પ્રતિબંધ થાય છે, એનું કારણ સંસારની પિપાસા છે. અનંતકાયમાં ઘણાં જીવ છે એમ જ્ઞાની કહે છે, પણ ત્યાં સ્વાદ છે માટે એ માનવામાં મૂંઝવણ થાય છે. એના યોગે કહેવાય છે કે ક્યાં જીવ ભર્યા છે ?' કારણ કે એ કબૂલે તો છોડવું પડે. મોહ ભંડો છે પણ એ કબૂલે તો મોજ કેમ થાય ? પિપાસા ઘટી નથી એના જ બધા વાંધા છે. એથી જ કહેવાય છે કે જમાનાને ઓળખો.” જમાનાને નામે વાંધા બધા ધર્મમાં ! ધર્મના કામમાં પાંચ રૂપિયા આપવામાં જ વાંધા, ત્યાં સમય સારો નથી એમ કહેવાય, મોટાભાઈને પૂછીને વાત એમ નાનો ભાઈ કહી દે, પણ ઘેર રમણીસાહેબ કહે કે આના વિના નહિ ચાલે, તો મોટાભાઈથી છૂપું પણ લઈ આવે, ખિસ્સા ઉપર કાપ પણ મૂકે અને ખોવાઈ ગયા એમ પણ કહે. મોટાભાઈ તથા માબાપને શા ઉત્તર દેવા તે પણ યોજી રખાય. જો આમ ન કરે તો રમણી રિસાય અને એક વખત એ રિસાય તો અમુક સમયનું સુખ જાય એનું શું? એની ખાતર તો બારના બદલે ચૌદ કલાક કામ કરાય, શેઠની પાંચ ગાળ ખવાય, એ બધું થાય, એનું કારણ પૌદ્ગલિક સુખમાં ખલેલ પડે એ છે; પણ યાદ રાખો કે ધર્મ ગયો તો આત્મા ડૂળ્યો જ સમજજો. નિયમ કરો તો આવાય કરો ને ?
સર્વ વિરતિ સર્વથા વિષયો તજે, “દેશવિરતિ’ દેશથી તજે અને સમ્યગ્દષ્ટિ વિષયોને ખોટા માને.' આમાં વાંધો છે એ જ આજના જમાનામાં શાસનની સામેના વિગ્રહનું મૂળ છે. સંસારની રસિકતા છે માટે જ અનંત જ્ઞાનીઓના વચન ઉપર શ્રદ્ધા કરવી નથી પાલવતી. અન્યથા જો શ્રદ્ધા વિના જવાય તો કરો અભિગ્રહ કે કોઈના ઉપર શ્રદ્ધા નહિ રાખવી. અમુક ચીજ સારી જ એટલે એકાંતે સ્વપરનું હિત કરનારી છે એવી ખાત્રી ન થાય ત્યાં સુધી લેવી જ નહિ એવો નિયમ કરી શકશો ? કજિયો થાય એવી કોઈ પણ ચીજ નહિ જ કરવાનો નિયમ કરી શકશો ? કોઈને દુઃખ થાય એવું નહિ કરવાનો નિયમ કરી શકશો ? અને ખોટી ચીજનો પણ અનુભવ લીધા વિના નહિ તજવાની પ્રતિજ્ઞા કરી શકશો ? આ બધું કરો તો તો મનાય પણ ખરું કે તમારા વાંધા સાચા છે એટલે કંઈક હૃદયપૂર્વકના છે; પણ તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org