________________
૨૦
----- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ - –
-
148
આ તે જાગૃતિ કે સન્નિપાત ?
શરીરના વ્યાધિ માટે જેટલી અને જેવી ચિંતા આજના સંસારીઓને હોય છે, તેટલી અને તેવી અથવા તેથીય તીવ્ર ચિતા સમ્યગ્દષ્ટિ આત્માને વળગેલા ને વળગતા કર્મવ્યાધિની હોય છે. દરદી જો ચિકિત્સકની આજ્ઞા ન માને તો ચિકિત્સક એની દવા ન કરે. એ કારણે શરીરના રોગ મટાડનારની આજ્ઞાધીનતા છે, એને અનુસરવાની ક્રિયા થાય છે, એના વચન પર શ્રદ્ધા થાય છે, તો આત્માના રોગને મટાડવા એના ચિકિત્સક શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા કેમ ન માનવી જોઈએ ? કહેવું જ પડશે કે અવશ્ય માનવી જ જોઈએ. વળી અનંત જ્ઞાનીઓના વચનની શ્રદ્ધામાં નહિ માનનારાઓ પણ શ્રદ્ધા વગર જીવી જ ક્યાં શકે છે ? 'વાવી વાવયં પ્રમ' ન હોય એમ કહેનારા પણ એમના બાપનાં વાક્યો પ્રમાણ જ કરે છે. જેની જરૂર પડે તેનાં વાક્ય પ્રમાણ કર્યા વિના ચાલતું જ નથી.
છોકરો નિશાળે જાય એણે એકડો ઘૂંટવો જ પડે, માસ્તર કાઢી આપે એને એકડો ન માને એને મરતાંયે એકડો ન આવડે. શ્રદ્ધામાં નહિ માનનારા પણ શ્રદ્ધા વિના જીવી શકે છે એમ તમે માનો છો ? પચાસ વર્ષના જીવન માટે કેટલા માણસો ઉપર વિશ્વાસ મૂકવો પડે છે ? મા-બાપ, સ્નેહી, સંબંધી, બધાય ઉપર વિશ્વાસ મૂકવો પડે. એ બધા સ્વાર્થી કે પરમાર્થી ? બાપે દીકરાને અને દીકરાએ બાપને માર્યાનાં અનેક દૃષ્ટાંત છે, પત્નીએ પતિને માર્યાનાં પણ અનેક દષ્ટાંત છે. છતાં ત્યાં વિશ્વાસ રખાય છે. અગિયાર વાગે રસોઈ જમાય છે, રસોઈમાં પત્નીએ ઝેર નહિ નાખ્યું હોય એની શી ખાતરી ? આ લોકના પચાસ વર્ષના જીવન માટે અનેક પર વિશ્વાસ મુકાય અને માત્ર દેવ, ગુરુ અને ધર્મની ઉપર જ વિશ્વાસ ન મુકાય એમ ? આ બધા ત્યાગી હતા એટલે એમણે વખતે ઝેરને સંતાડ્યું હોય એવી શંકા અને સ્ત્રી ઝેર દે કે નહિ એની શંકા નહિ એમ? વિચારો, કઈ દશા છે ? મહાવ્રતધારી તે ત્યાગી કે સ્ત્રી ? વીસમી સદીની આ તે જાગૃતિ છે કે સન્નિપાત છે ? આ ત્યાગની આ ભક્ષ્ય અને આ અભક્ષ્ય વગેરે કહેવાની જરૂર શી એ તો વિચારો ! ઘરબાર મૂકીને નીકળેલા ત્યાગીઓ, તપ વગેરે કરી શાસ્ત્રસાગરનું મહામંથન કરી તકલીફ વેઠી આ બધું લખે એમાં એ તારકોને ક્યાં કોઈ જાતની પૌલિક લાલસા હતી અને છે ? સાડી તથા અલંકાર માટે તમારી સ્ત્રી થનારી અને પોતાની જ સુખ-સાહ્યબી માટે તમારો હુકમ ઉઠાવનારી સ્ત્રીના વચનમાં વિશ્વાસ રાખો તો જ્ઞાનીના વચન પર વિશ્વાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org