________________
1st
– ૨ ઃ અવિવેકનું સામ્રાજ્ય અને સુધારકોની અંધશ્રદ્ધા - 96 –
૧૯
કેળવી જાણો તો એ જ મુક્તિની નિકટ લઈ જાય કારણ કે જે ઘોડા ઉથલાવી નાખે છે તે જ ઘોડાના મોંમાં લગામ આવે તો ધારેલે ઠેકાણે લઈ જાય છે. પણ વાત એટલી કે જેવો ઘોડો તેવી લગામ જોઈએ. સુંવાળા ઘોડાને સુંવાળી લગામ જોઈએ અને તોફાની ઘોડાને કાંકરવાળી લગામ જોઈએ. લગામ વગરનો ઘોડો અધવચે ખાડામાં નાખે. મન, વચન, કાયાના યોગો એ ઘોડા છે અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા એ લગામ છે. સમ્યગ્દષ્ટિથી દરેક વિચાર, વાત, એ પ્રવૃત્તિ આજ્ઞાનુસારી જ થાય અને એવી ન થાય તો વિરુદ્ધ તો ન જ થાય. જેનામાંથી આ યોગ્યતા નીકળી જાય તેણે શાસનમાં રહેવું એ નાહક શાસનને ખરાબ કરવાના હિસ્સેદાર બનવા જેવું છે. જેને શેકહેન્ડ કરવી, ‘તારો છું એમ કહેવું અને તેને જ પાછળ લુચ્ચો કહેવો, એના કરતાં એવી ખોટી સભ્યતા ન દેખાડવી એમાં શું ખોટું ? મોઢે કહેવું કે ભગવાન સાચા અને બહાર જઈને કહેવું કે ભગવાન આ કહે છે એ મનાય કેમ? એ પ્રામાણિકતા નથી. બળાત્કારે હા પાડવાનું કોઈ ઓછું જ કહે છે ? આ શાસ્ત્ર તો કહે છે કે વિચારો, સમજો અને મન માને તો હા પાડો. જેને સંસાર ગમે એને શ્રી વીતરાગનું કામ શું છે? શ્રી વીતરાગ તો જેને મુક્તિ જોઈએ તેના માટે છે. નમસ્કાર તારે પણ તે કયારે ?
શાસ્ત્ર કહે છે કે શ્રી વીતરાગ પરમાત્માને કરેલો એક નમસ્કાર પણ સંસારસાગરથી તારનાર છે, પણ એ સામર્થ્યયોગનો નમસ્કાર હોય તો તારે. ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ, એ ત્રણ યોગ. એમાં ઇચ્છાયોગ તો જોઈએ જ ને! સામર્થ્યયોગ ન આવે ત્યાં સુધી બે યોગ તો જોઈએ; છેવટ ઇચ્છાયોગ તો જોઈએ; એ પણ ન હોય એ કેમ ચાલે? જેને નમસ્કાર કરીએ છીએ એ આપણો તારનાર છે એવી ભાવનાવાળો નમસ્કાર એ જ સાચો નમસ્કાર છે. નમસ્કાર કરતી વખતે પણ સંસાર કોટે વળગેલો હોય, ત્યાં પણ અર્થકામની લાલસા ન જાય તો ઇચ્છિત લાભ શી રીતે પ્રાપ્ત થાય ? જ્યાં બેઠા છો એ ગમે છે કે નહિ, એ નક્કી કરો. દવાની વાત પછી રાખો. સંસાર એ તો રોગ છે. એ ગમે છે? એ ગમે ત્યાં સુધી આ ન ગમે. અટવીનો ભય નહિ ત્યાં સુધી વળાઉ ઉપર પ્રેમ નહિ; વળાઉ ઉપર પ્રેમ ન થાય ત્યાં સુધી એની સલાહ ન મનાય. સર્પ જેને કરડે તેને એમ લાગે કે મરી જવાશે તો જ તે જેમ ગારૂડી પાસે જાય છે તેમ જેને સંસારરૂપ સર્પના ડંસથી ભાવમરણનો ભય લાગે તે જ દેવગુરુરૂપી ગારૂડી પાસે જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org