________________
૯૭
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ -
--
14%
માનસિક વૃત્તિઓનું સેવન તેના અભાવરૂપ સરળતા : પોલિક પદાર્થો ઉપરની જે મમતા તેના ત્યાગરૂપ વિમુક્તિઃ અનેક પ્રકારની પૌલિક લાલસાઓ અને એનાં સાધનો તેના ત્યાગરૂપ તપઃ ઇંદ્રિયો આદિને મુક્તિની સાધના માટે કાબૂમાં રાખવારૂપ સંચમ ? અસત્યનો ત્યાગ અને હિતસાધક વસ્તુનું જ પ્રતિપાદન જેના દ્વારા સાધ્ય છે એવું સત્ય: શીલ અથવા તો સઘળાય વિષયોથી પર થઈ કેવળ આત્મરણ કરવારૂપ બ્રહ્મચર્ય વિકલ્પરૂપ વિષયથી ઉત્તીર્ણ બનેલો અને સદાય સ્વભાવનું અવલંબન કરનાર એવો જે જ્ઞાનનો પરિપાક તે રૂપ શમઃ પરભાવમાં રમતા આત્માનું દમન કરવારૂપ દમ પ્રાણીમાત્રને મનથી, વચનથી અને કાયાથી નહિ હણવારૂપ, નહિ હણાવવારૂપ અને હણાતા હોય તેઓને નહિ અનુમોદવારૂપ અહિંસા: કોઈની પણ એક તરણા જેવી વસ્તુનું પણ તેના માલિકની આજ્ઞા વિના નહિ લેવું, અન્ય પાસે નહિ લેવરાવવું અને એવી રીતે લેનારાઓને સારા નહિ માનવારૂપ અસ્તેય શુદ્ધધ્યાન સંસાર એ નિર્ગુણ વસ્તુ છે એવા સ્વરૂપનું જ્ઞાન થવાના યોગે થતી સાંસારિક સુખની અરુચિ, તેના પ્રતાપે સાંસારિક સુખની ઇચ્છાનો ઉચ્છેદ કરવાની જે ભાવના તે રૂપ વૈરાગ્ય : સર્વ પ્રકારે પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતોના ધરનાર, તેના પાલનમાં ધીર, મહાવ્રતોની રક્ષા માટે જ અકૃત, અકારિત અને અનનુમત આદિ દોષોથી રહિત એવી જે ભિક્ષા તે ભિક્ષા માત્રથી જ આજીવિકાના ચલાવનારા સામાયિકમાં રહેનારા અને કેવલ ધર્મના જ ઉપદેશક એવા સ ઓની ભક્તિ ઃ “નશો પેદા કરનારી વસ્તુઓ, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શરૂપ જે પાંચ ઇંદ્રિયોના વિષયો તેની લાલસા, ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાયો, નિદ્રા અને સંસારની વૃદ્ધિ કરનાર આ અને રૌદ્રધ્યાનમાં જોડનારી રાજકથા, સ્ત્રીકથા, દેશકથા અને ભોજનકથારૂપવિકથાઓ'- આ પાંચ પ્રકારનો જે પ્રમાદ તેના અભાવરૂપ અપ્રમાદ : સદાય ચિત્તની એકાગ્રતા અને નિગ્રંથપણામાં એટલે મુનિપણામાં તત્પરતા આદિ તથા એસિવાયના પણ ચિત્તની નિર્મલતાને કરનારા એ જ કારણે અમૃતના જેવા, જગતને આનંદના હેતુભૂત અને સંસારસમુદ્રને લંઘી જવા માટે સેતુસમા જે જે શુદ્ધધર્મો તે સઘળાય શુદ્ધ ધર્મોને આમિથ્યાદર્શન' નામનો મહામોહ રાજાનો મહત્તમ પ્રકૃતિથી જ પ્રયત્નપૂર્વક લોકની અંદર આચ્છાદિત કરી દેનારો થાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org