________________
1485 –
– ૫ : મિથ્યાત્વનો ઘોર અંધકાર - 99 ––
–
૭.
આ બે પ્રકારના સામર્થ્યના વર્ણનથી પણ સમજી શકાશે કે ‘મિથ્યાદર્શન'નો મહિમા કલ્યાણના અર્થી આત્માઓ માટે ઘણો જ કારમો છે. મહામોહના એ યથાર્થ નામધારી મહત્તમે, જેઓની કારવાઈથી પ્રાયઃ સૌ કોઈને ધૃણા ઉત્પન્ન થાય; તેવાઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરી, શુદ્ધ દેવની ઉપાસનાના અર્થી આત્માઓને પણ, શુદ્ધ દેવના સ્વરૂપને જાણવાથી વંચિત રાખ્યા છે. ધૃણાજનક પ્રવૃત્તિઓને લીલાનું ઉપનામ સમર્પ શાણા ગણાતાઓને પણ એ ભયંકર શત્રુએ મિત્ર બનીને મૂંઝવ્યા છે. કુકલ્પનારૂપ આંધી ફેલાવવામાં નિષ્ણાત એવા એણે ન્યાયની મોટી મોટી કોટિઓ કરનારને પણ એવા અંધ બનાવ્યા છે કે જેથી એ બિચારાઓ પણ શુદ્ધ મહાદેવોની ઉપાસનાથી વંચિત રહી, કનિષ્ટમાં કનિષ્ટ આત્માઓને મહાદેવ માની, એવાઓની ઉપાસનામાં અમૂલ્ય જીવનની બરબાદી કરી રહ્યા છે. પંડિત ગણાતા આત્માઓ જો મિથ્યાદર્શનની મોહિનીમાં ન ફસ્યા હોય તો રાગ અને દ્વેષથી સર્વથા મુક્ત બનેલા એવા શ્રી વીતરાગ પરમાત્માઓની ઉપાસના તજી “હસવું, ગાવું, કામના ચાળા કરવા. નૃત્યકળાઓ કરવી, ખોટા આડંબરો કરવા, સ્ત્રીઓના જે કટાક્ષો તેના વિક્ષેપોને આધીન થવું, નારીને પોતાના શરીરના અડધા ભાગે રાખવી, કામથી અંધ બનવું, પરસ્ત્રીઓમાં આસક્ત બનવું, નિર્લજ્જ પ્રવૃત્તિ કરવી, વાતવાતમાં ક્રોધાયમાન થવું, ક્ષણે ક્ષણે ભયંકર બની વૈરીઓને મારવામાં તત્પર થવું, કોઈને શ્રાપ તો કોઈને વરદાન આપી મલિન ચિત્તના ધરનાર થવું' - આવી આવી રાગ અને દ્વેષથી ભરેલી પ્રવૃત્તિઓમાં રિબાતા ઘોર પાપાત્માઓની ઉપાસનામાં કેમ જ રત બને ? | સર્વજ્ઞાનને ધરનાર શ્રી સર્વજ્ઞ પરમાત્માઓની ઉપાસના કરવી મૂકીને સ્ત્રીઓ આદિની શોધમાં અજ્ઞાનની માફક આથડતા અને અજ્ઞાનતા ભરેલી અનેક કુચેષ્ટાઓ કરતા અજ્ઞાન શિરોમણિઓની ઉપાસનામાં કેમ જ આનંદ માને ?
શાશ્વત સુખના ઈશ્વરોની ઉપાસનાથી વંચિત રહી અશાશ્વત સુખો પાછળ ભટકતા ભિખારીઓની ઉપાસનામાં કેમ જ મરી પડે ?
ક્લિષ્ટ કર્મની કલાથી રહિત થઈને બંધનમુક્ત બનેલા મુક્ત આત્માઓની ઉપાસના છોડીને બંધનથી બદ્ધ થઈને આ સંસારરૂપ અટવીમાં આથડી રહેલાઓની ઉપાસનામાં કેમ જ રસિક બને ?
સઘળાય પ્રપંચોથી મુક્ત બનેલા પરમપુરુષોની ઉપાસના મૂકીને પ્રપંચપરાયણ પામરોની ઉપાસનામાં કેમ જ પુલક્તિ હૃદયવાળા બને?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org