________________
૯૮
-------- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ ––
–
10
ક્રોધ અને અહંકારથી રહિત, હાસ્ય, સ્ત્રી અને શસ્ત્રોના સંસર્ગથી પણ મુક્ત, આકાશની માફક સર્વથા નિર્મળ, ધીર, અનેક પ્રકારની અનંત જ્ઞાનાદિ લક્ષ્મીને ધરનારા, સદાય સઘળા જ ઉપદ્રવોથી પર, શાપ અને પ્રસાદથી સર્વથા મુક્ત છતાં પણ શિવસુખની પ્રાપ્તિમાં હેતુભૂત, કષ, છેદ અને તાપરૂપ ત્રણે કોટિથી પરમશુદ્ધ એવા જ શાસ્ત્રાર્થના દેશક, પરમ ઐશ્વર્યના સ્વામી, સર્વ દેવોના પૂજ્ય, સર્વ પ્રકારના યોગીઓ માટે ધ્યાન કરવાને યોગ્ય, અને આજ્ઞાની આરાધના દ્વારા જ જે આરાધ્ય છે તથા આરાધક આત્માઓને જે નિર્વજ સુખના આપનાર છે એટલે કે જેઓની આરાધનાથી ભવ્ય જીવોને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે તે પરમશુદ્ધ પરમાત્માઓની ઉપાસના છોડી ક્રોધથી ધમધમતા, અભિમાનથી અક્કડ બનેલા, હાસ્ય, સ્ત્રી અને શસ્ત્રનો સંસર્ગ કદી પણ નહિ તજનારા, કુવર્તનના યોગે કાજળ કરતાંય અધિક કાળા, ચંચળ ચિત્તના ધણી, એક પણ આત્મિક ગુણથી રહિત, નિરંતર ઉપદ્રવોમાં પડેલા અને ઉપદ્રવોને કરનારા, શાપ અને પ્રસાદનો ઉપયોગ કરવામાં ઉતાવળિયા અને સંસારમાં રખડનારા તથા રૂખડાવનારા, કષ, છેદ અને તાપ આદિ ત્રણે કોટિઓથી મલિન શાસ્ત્રાર્થના દેશક એ જ કારણે સર્વ પ્રકારે તજવા યોગ્ય આત્માઓની ઉપાસનામાં પંડિત ગણાતા આત્માઓ પણ મૂંઝાય એ પ્રતાપ મિથ્યાદર્શન સિવાય અન્ય કોઈનો જ નથી. એવા કુત્સિત દેવો અને તેઓની આજ્ઞામાં પડેલા આત્માઓ ક્ષમા આદિ ઉત્તમ ધર્મોના આરાધક ન બને એ સહજ છે. કુદેવના પૂજારીઓ શુદ્ધ ધર્મોને છોડી અશુદ્ધ ધર્મોની ઉપાસનામાં રાચે એમાં કશું જ આશ્ચર્ય નથી.
જે મિથ્યાદર્શન, શુદ્ધ મહાદેવોને અને શુદ્ધ ધર્મોને આચ્છાદિત કરવાપૂર્વક અધમમાં અધમ આત્માઓને મહાદેવ તરીકે અને પ્રાણીઓનો ઘાત કરનારા તથા મલિન ભાવને વધારનારા અશુદ્ધ ધર્મોને શુદ્ધ ધર્મો તરીકે વિશ્વમાં પ્રતિષ્ઠિત કરી વિશ્વમાં એની પૂજ્યતા અને ઉપાદેયતા સિદ્ધ કરે છે તે જ રીતે કેવાં કેવાં શુદ્ધ તત્ત્વોનો અપલાપ કરી કેવાં કેવાં અશુદ્ધ તત્ત્વોમાં તત્ત્વબુદ્ધિ કરાવે છે તે અને કેવાં કેવાં શુદ્ધ પાત્રોને અપાત્ર મનાવે છે તથા કેવાં અશુદ્ધ પાત્રોને સુપાત્ર મનાવે છે એ વગેરે આપણે હવે પછી જોશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org