________________
૬ઃ મિથ્યાત્વનો વિષમ વિપાક :
(100)
-
-
અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ કરવાનું અને તત્ત્વનો અપલાપ કરવાનું સામર્થ્ય : • ગુણહિનોને ગુણી તરીકે અને ગુણીને ગુણહીન તરીકે પ્રકાશિત કરવાનું સામર્થ્ય !
• મોક્ષનાં કારણોનો લોપ કરી સંસારનાં કારણોને મોક્ષકારણો તરીકે સ્થાપવાનું સામર્થ્ય :
વિષય: મિત્વે સર્જેલો વિપર્યાસ. તત્ત્વમાં અતત્ત્વબુદ્ધિ અને અતત્વમાં
તત્ત્વબુદ્ધિ. ગત પ્રવચનમાં “સંતિ પણ ગંધ તમસિ વિદિયા” આ મૂત્ર સૂત્રને સ્પષ્ટ કરવા મિથ્યાત્વ રૂપી અંધકારને લગતી કેટલીક વાતો કરવામાં આવેલ. તે જ સૂત્રને અવલંબી એ વિચારણા પ્રસ્તુત પ્રવચનમાં ય આગળ વધી છે. ઉપમિતિ ભવપ્રપંચા કથાના શ્લોકોના આધારે થતી આ વિચારણા મિથ્યાત્વના કારમાં નાચને સમજવા ખૂબ જ ઉપકારક બને તેવી છે. મિથ્યાત્વ જેમ કુદેવને દેવ મનાવે તેમ સુદેવને કુદેવ પણ મનાવે. એ જ રીતે ગુરુ અને ધર્મતત્ત્વની બાબતમાં વિપર્યાસ - ઊંધી બુદ્ધિ જન્માવે છે. તેથી જ એ પરમ શત્રુનું કામ સારે છે. આ વિવેચન વાંચવાથી સાધુ વેષધારીઓનાં કૃત્યો કેવાં હોય અને સુસાધુ કેવાં કેવાં કાર્યો ન કરાવી શકે, એનો સુંદર ખ્યાલ આવે છે.
મુવાક્યાતૃd
• એક મિથ્યાત્વના જ પ્રતાપે પ્રાયઃ આખું જગત, આત્મા આદિની માન્યતાઓમાં ભૂલું ભમે છે. • મિથ્યાત્વ એ એવો અંધકાર છે કે, એના યોગે એનો પૂજારી પોતે ભટકાય અને અન્યને ભટકાડે. • આ વિશ્વમાં સત્ય, પ્રતીતિથી સિદ્ધ અને પ્રમાણથી પ્રતિષ્ઠિત એવાં પણ તત્ત્વોનો અપલાપ કરીને,
અસત્ય અને પ્રમાણ તથા પ્રતીતિથી પણ બાધિત એવાં તત્ત્વોને પ્રવર્તાવનાર કોઈ હોય તો તે એક મિથ્યાદર્શન જ છે. • મિથ્યાદર્શનને આધીન બનેલા આત્માઓ મિથ્યાદર્શનના યોગે પોતાનો નાશ કરવા સાથે પરનો
નાશ પણ ખૂબ જ કરે છે. • મિથ્યાત્વને આધીન આત્માઓ દ્વારા સત્યના પૂજક વિશ્વને ઘણું ઘણું સહેવું પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org