________________
૬ : મિથ્યાત્વનો વિષમ વિપાક :
અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ કરવાનું અને તત્વનો અપલાપ કરવાનું સામર્થ્ય
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તી પ્રાણીગણને સંસાર ઉપરથી નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય એ હેતુથી, આ શ્રી આચારાંગ સૂત્રના “ધૂત” નામના છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા, કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરે છે. એ સૂત્રના -
સંતિ પણ ગંદા તણિ વિદિવા” આ અવયવ દ્વારા બે પ્રકારની અંધતાનું પ્રતિપાદન કર્યું. એ બેમાં એક અંધતા દ્રવ્યથી છે અને બીજી અંધતા ભાવથી છે. દ્રવ્યઅંધતા ચક્ષના અભાવરૂપ છે અને એ સર્વને સુપ્રતીત છે, પણ બીજી અવિવેકરૂપ અંધતા એ સુજ્ઞ આત્માઓને જ સુપ્રતીત છે, એ કારણે એનું સ્વરૂપ આપણે જોઈ આવ્યા. એ કારમી અંધતામાં પડેલા આત્માઓ ‘મિથ્યાત્વ' આદિરૂપ ભાવઅંધકારમાં અથડાય છે, એમ પણ આ સૂત્રના અવયવથી સૂત્રકાર પરમર્ષિ ફરમાવે છે. એ ભાવઅંધકારરૂપ શત્રુઓ પૈકીના “
મિથ્યાત્વરૂપ મહાશત્રુનું સ્વરૂપ આપણે જોઈ આવ્યા અને એનું સામર્થ્ય સમજવા માટે આપણે આ “શ્રી ઉપમિતિ ભવપ્રપંચા' નામની કથામાં શ્રી સિદ્ધર્ષિ ગણિવરે “મિથ્યાદર્શનનો મહિમા' તરીકે વર્ણવેલું એનું સામર્થ્ય જોઈ રહ્યા છીએ. પરમોપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવરે વર્ણવેલા સામર્થ્યમાં આપણે એની બે અજબ શક્તિઓ જોઈ આવ્યા.
એ બે શક્તિઓમાં એની પ્રથમ શક્તિ તો એ છે કે -
માણસાઈથી પણ પરવારી બેઠેલાઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરવા અને સાચા તથા વિશ્વના એકાંત ઉપકારી મહાદેવને જગતની દૃષ્ટિએ આવવા જ ન દેવા.”
અને બીજી શક્તિ એ છે કે -
“પ્રાણીઓના ઘાતમાં જ હેતુભૂત અને શુદ્ધ ભાવથી રહિત એવા અશુદ્ધ ધર્મોને પ્રપંચપૂવક પ્રવર્તાવવા અને જે જે ધર્મો ચિત્તની નિર્મળતાને કરનારા છે, જગતને આનંદના હેતુ છે તથા સંસારરૂપી સાગરને તરવા માટે સેતુ સમા છે, તે તે ધર્મોથી મુગ્ધ લોકોને વંચિત રાખવા.”
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org