________________
૫ : મિથ્યાત્વનો ઘોર અંધકાર :
બે પ્રકારની અંધતા :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા સંસારવર્તી પ્રાણીગણને સંસાર ઉપરથી નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય એ હેતુથી, આ શ્રી આચારાંગ સૂત્રના “ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા, ‘કર્મવિપાકની ગરિષ્ઠતા” યથાસ્થિત પ્રતિપાદન કરતાં એ સૂત્રના
“ક્ષત્તિ પાપ સંઘા તણિ વિવાદિયા” આ અવયવ દ્વારા ફરમાવી ગયા કે –
“વિષમ કર્મવિપાકના પ્રતાપે સંસારવર્તી પ્રાણીઓ પૈકીનો મોટો ભાગ બે પ્રકારની અંધતા ભોગવે છે. એ બે પ્રકારની અંધતામાં એક અંધતા છે - “ચક્ષના અભાવની' અને બીજી છે “સદ્દવિવેકના અભાવની !' સંસારવર્તી પ્રાણીઓનો મોટો ભાગ જ્યારે એ બેય પ્રકારની અંધતા ભોગવે છે, ત્યારે ઘણો જ નાનો ભાગ એવો પણ છે કે જે ચક્ષુના અભાવરૂપ અંધતાને નહિ ભોગવવા છતાં પણ, સદવિવેકના અભાવરૂપ અંધતાને તો અવશ્ય ભોગવે છે; અને એ અંધતાના પ્રતાપે એ આત્માઓ “નરકગતિ આદિ દ્રવ્ય અંધકારમાં અને “મિથ્યાત્વ આદિરૂપ ભાવઅંધકારમાં અટવાઈ રહ્યા છે એમ શ્રી તીર્થંકરદેવો ફરમાવે છે.” અંધતા અને ઉન્માર્ગના યોગ :
ચક્ષુનો સદ્ભાવ હોવા છતાં પણ, વિવેકના સદ્ભાવ વિનાના અથવા તો વિવેકી મહાપુરુષના સહવાસ વિનાના આત્મા એ અંધ જ છે, એમ ઉપકારીઓ ફરમાવે છે એ પણ આપણે જોઈ આવ્યા છીએ. મહાપુરુષો સ્પષ્ટપણે ફરમાવે છે કે -
“આ વિશ્વમાં નિર્મલ ચક્ષુ બે છે; એક તો નિર્મલ ચક્ષુ “સ્વાભાવિક વિવેકછે અને બીજી નિર્મલ ચક્ષુ, વિવેકથી વિભૂષિત થયેલા આત્માઓનો સહવાસ છે. આ બે પ્રકારની નિર્મલ ચક્ષુ જેની પાસે નથી, તે તત્ત્વથી અંધ જ છે અને એવી અંધતાને આધીન થયેલા આત્માઓ ઉન્માર્ગે ચાલે, એમાં એ આત્માઓનો અપરાધ નથી, પણ એ આત્માઓની અંધતાનો જ અપરાધ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org